મજાકને લીધે સગાઈ તૂટીઃ 108 વાર ‘હું જોરુનો ગુલામ બનીને રહીશ’ લખવાથી વાત બની

PC: cloudfront.net

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત એક ફેમિલી કોર્ટમાં સગાઈ પછી મંગેતરના મજાકથી નારાજ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દેતા, એક મામલો સોમવવારે તે સમયે રસપ્રદ મોડ પર આવ્યો જ્યારે યુવકે 108 વાર ‘હું જોરુનો ગુલામ બનીને રહીશ’ લખી દીધા પછી યુવતી લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ. ફેમિલી કોર્ટની કાઉન્સેલર સરિતા રાજાનીએ જણાવ્યું કે, મુંબઈમાં નોકરી કરતા ભોપાલના યુવક અને યુવતીની સગાઈ થઈ છે. સગાઈ પછી મંગેતરે તેના ભાવિ પતિને મજાકમાં એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં લોકડાઉનમાં પતિ વાસણ સાફ કરી રહ્યો છે અને પત્નીના ઈશારે કામ કરી રહ્યો છે. વીડિયોની સાથે જ મંગેતરે લખ્યું કે, લગ્ન પછી તારા પર પણ આ જ લાગૂ થશે.

રાજાનીએ જણાવ્યું કે, વીડિયો જોતા યુવકે યુવતીને જવાબ આપ્યો કે, હું આ શ્રેણીમાં નથી. આવા લોકોની અલગ શ્રેણી હોય છે. તેમણે જણાવ્યું કે, યુવકની આ વાત યુવતી પસંદ આવી નહીં અને બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ત્યાર પછી યુવતીએ 2 મે 2020ના રોજ સગાઈ તોડી નાખી, જ્યારે બંનેના લગ્ન 20 મે 2020ના રોજ થવાના હતા. તેમણે જણાવ્યું કે, પરિવારના લોકો એ વાતથી હેરાન થઈ ગયા અને યુવતીને રાજી કરવાની કોશિશ કરવા લાગ્યા પણ તેણે હઠ છોડી નહીં. ત્યાર પછી યુવકના પરિજનો ફેમિલી કોર્ટ પહોંચ્યા. ત્યાં 4 દિવસ સુધી યુવક અને યુવતી બંનેની કાઉન્સેલિંગ કરવામાં આવી અને યુવતી તે યુવક જોડે જ લગ્ન કરવા માની ગઈ.

રાજાનીએ જણાવ્યું કે, અમને બંનેને સમજાવવામાં 4 દિવસ લાગ્યા. યુવકે કહ્યું કે, એક નાની વાતથી તેની મંગેતર નારાજ થઈ જશે તેની જાણ તેને નહોતી. યુવકે ન માત્ર સૌની સામે યુવતીની માફી માગી પણ 108 વાર લખીને આપ્યું કે, ‘હું જોરુનો ગુલામ બનીને રહીશ’.  સાથે જ યુવકે મંગેતરને લખીને આપ્યું કે, હું તને ખૂબ પ્રેમ કરું છું. તેમણે જણાવ્યું કે, ત્યાર પછી બંને રાજી થઈ ગયા અને હવે બંનેના લગ્ન 10 જૂનના રોજ નક્કી થયા છે. રાજાનીએ જણાવ્યું કે, યુવક અને યુવતી બંને મુંબઈમાં એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યૂટિવ પદે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp