26th January selfie contest

ના ગોળીઓ-ના કોન્ડોમ! પ્રેગ્નેન્સી રોકવાની આ રીત છે એકમદ ફ્રી

PC: news18.com

આમ તો મા બનવું દરેક મહિલાનું સપનું હોય છે, પરંતુ ઘણીવાર કેટલાક કારણોને પગલે મહિલાઓ પ્રેગ્નેન્સી નથી ઈચ્છતી. પ્રેગ્નેન્સી ના ઈચ્છવા પર મહિલાઓ મોટાભાગે બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન કરે છે. બર્થ કંટ્રોલ માટે જરૂરી નથી કે તમે માત્ર પિલ્સનું જ સેવન કરો. પ્રેગ્નેન્સીને રોકવા માટે તમે નેચરલ રીતોનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે પણ મા બનવા ના ઈચ્છતા હો તો અમે તમને તેને માટે એક નેચરલ રીત જણાવી રહ્યા છીએ. નેચરલી પ્રેગ્નેન્સી રોકવાની આ રીતને રિધમ મેથડ કહેવામાં આવે છે.

શું છે રિધમ મેથડ?

રિધમ મેથડને કેલેન્ડર મેથડ પણ કહેવામાં આવે છે. રિધમ મેથડ પ્રેગ્નેન્સીને રોકવાની એક રીત છે. તેમા મહિલાએ પોતાની મેન્સ્ટ્રૂઅલ સાયકલ અને ફર્ટિલિટીના સમયને ટ્રેક કરવાની જરૂર હોય છે. મહિલાઓ મહિનાના કેટલાક દિવસોમાં સૌથી વધુ ફર્ટાઈલ હોય છે એટલે કે એ સમયે પ્રેગ્નેન્સી રહેવાની સંભાવના સૌથી વધુ હોય છે. જો તમે પ્રેગ્નેન્ટ રહેવા ના માગતા હો તો તમારે એ સમય દરમિયાન સેક્સ કરવાથી બચવુ જોઈએ જ્યારે તમે ફર્ટાઈલ હો છો. ઘણી બધી મહિલાઓ જે પોતાના ફર્ટિલિટી પીરિયડ દરમિયાન પણ સેક્સ કરે છે, તેઓ પ્રેગ્નેન્સીથી બચવા માટે આ દિવસોમાં ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરે છે.

રિધમ મેથડમાં કોઈ મહિલા માટે એ જાણવુ જરૂરી હોય છે કે, તેનું ઓવ્યૂલેશન ક્યારે થવાનું છે. મેન્સ્ટ્રૂઅલ સાયકલમાં ઓવ્યૂલેશન એ સમય હોય છે જ્યારે તમારી ઓવરીઝમાંથી એગ રીલિઝ થાય છે. આ દરમિયાન સેક્સ કરવા પર સ્પર્મ એગને ફર્ટિલાઈઝ કરી શકે છે જેનાથી તમે પ્રેગ્નેન્ટ થઈ શકો છો.

કઈ રીતે કામ કરે છે રિધમ મેથડ?

દર મહિનામાં કેટલાક દિવસ એવા આવે છે જે દરમિયાન મહિલાઓ ફર્ટાઈલ થાય છે. એવામાં જે મહિલાઓ રિધમ મેથડનો ઉપયોગ કરે છે, તેમણે પોતાના છેલ્લાં પીરિયડ્સના આવવાના સમય પર નજર રાખવી પડે છે જેથી એ જાણી શકાય કે મહિના કયા દિવસોમાં તે ફર્ટાઈલ થશે. ફર્ટિલિટી ડેઝની જાણકારી હોવા પર મહિલાઓ એ નિર્ણય લઈ શકે છે કે, તેમણે આ દરમિયાન સેક્સ કરવાનું છે કે નહીં. જે લોકો પ્રેગ્નેન્સી નથી ઈચ્છતા, તે આ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે.

એવી ઘણી બધી રીતો છે જેના દ્વારા મહિલાઓ પોતાની ફર્ટિલિટી મોનિટર કરી શકે છે. સામાન્યરીતે મહિલાઓના પીરિયડ્સમાં 28 દિવસનું અંતર હોય છે પરંતુ, ઘણીવાર આ અંતર 21થી 35 દિવસોનું પણ હોઈ શકે છે. ઓવ્યૂલેશન ક્યારે હોય છે તે જાણવા માટે તમારા પીરિયડ્સ શરૂ થાય તેની આગળના 14 દિવસ કાઉન્ટ કરી લો. ઓવરીઝમાંથી નીકળવાના 12 કલાક સુધી એગ્સ ફર્ટિલાઈઝેશન માટે ઉપલબ્ધ રહે છે. મહિલાઓના શરીરમાં સ્પર્મ કેટલાક દિવસો સુધી રહે છે. એવામાં રિધમ મેથડનો ઉપયોગ કરી રહેલી મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ઓવ્યૂલેશનના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ બાદ સુધી સેક્સુઅલ ઈન્ટરકોર્સ ના કરે.

ઓવ્યૂલેશન ક્યારે હશે અને ફર્ટિલિટી વિન્ડો ક્યારે ઓપન થશે તે જાણવા માટે ઘણી એપ્સ પણ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. જેમકે- માઈ કેલેન્ડર, પીરિયડ ટ્રેકર, ઓવ્યૂલેશન કેલક્યુલેટર.

રિધમ મેથડના ફાયદા

  • બર્થ કંટ્રોલની અન્ય મેથડ્સની સરખામણીમાં તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ નથી હોતી.
  • તે એકદમ ફ્રી છે, તેને માટે કોઈ દવા લેવાની જરૂર નથી કે ડૉક્ટરને બતાવવાની પણ જરૂર નથી.
  • ભવિષ્યમાં પ્રેગ્નેન્સી રાખવામાં પણ મુશ્કેલી નથી આવતી.

રિધમ મેથડના નુકસાન

  • રિધમ મેથડનું સૌથી મોટું નુકસાન એ છે કે, તે બર્થ કંટ્રોલની અન્ય રીતોની સરખામણીમાં વધુ ઈફેક્ટિવ નથી.
  • રિધમ મેથડનો ફેલિયર રેટ ખૂબ જ વધુ છે.
  • તે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પ્રોટેક્શન નથી આપતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp