26th January selfie contest

બોયફ્રેન્ડ સેક્સ કરતી વખતે ધીમેથી કરતો હતો આ કામ, છોકરીએ સંભળાવ્યો અનુભવ

PC: freepik.com

રિલેશનશીપમાં ઘણી વખત કેટલીક એવી વસ્તુઓ થાય છે, જેને સહન કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત રિલેશનશીપમાં લોકો સામેવાળી વ્યક્તિ પર પોતાનો હક જતાવવા લાગે છે, જેનાથી સંબંધમાં દૂરી આવવા લાગે છે. તેવો જ એક કેસ હાલમાં જાણવામાં આવ્યો છે. એક મહિલાએ પોતાનો અનુભવ  લોકો સાથે શેર કરતા કહ્યું હતું કે-  ડેટિંગ એપ દ્વારા હું અને ટોમ એકબીજાને મળ્યા હતા. ટોમ ઘણો લાંબો, હેન્ડસમ અને હસમુખો વ્યક્તિ હતો અને પહેલી વખત તેની સાથે વાત કરતાની સાથે જ તેણે મને તેની દિવાની બનાવી દીધી હતી. મહિલાએ કહ્યું કે આમ તો ડેટિંગ એપ પર ઘણા લોકો સાથે તેની પ્રોફાઈલ મેચ થઈ હતી પરંતુ ટોમ બાકી કરતા ઘણો અલગ હતો.

તેને આ વાતનો કોઈ ફરક પડતો ન હતો કે હું કેવી છું અને લાઈફ અંગે શું વિચારું છું. મહિલાએ આગળ વાત કરતા કહ્યું કે મારી સાથે વાત કરવા માટે તે હંમેશાં ફ્રી રહેતો હતો અને દિવસ-રાત મને મેસેજ કરતો રહેતો હતો. તે મને ખુશ કરવા માટે પણ ઘણું કરતો હતો. ટોમને મળવા પહેલા મારો એક બોયફ્રેન્ડ હતો અને થોડા સમય પહેલા જ મારું બ્રેકઅપ થયું હતું. જેના કારણે હું પોતાના પરનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠી હતી, તેમછતાં હું તેને મળી હતી. જ્યારે હું ટોમને પહેલી વખત મળી તો મને અહેસાસ થયો કે તે એક ઘણો સારો વ્યક્તિ છે. તેણે એવી ઘણી વાતો રહી જે મને એકદમ સાચી લાગી. તે મને બાકીના છોકરાઓ કરતા ઘણો અલગ લાગ્યો.

મહિલાએ કહ્યું કે, અમે હંમેશાં જાહેર જગ્યાઓએ જ મળતા હતા. જેના પછી એકદિવસ મેં તેને મારા ઘરે પાર્ટીમાં તેને અને તેના કેટલાંક મિત્રોને બોલાવ્યા હતા. અમે લોકોએ પાર્ટી કરી અને ખુબ દારૂ પીધો. પાર્ટી પતવા પછી બધા લોકો જતા રહ્યા પરંતુ ટોમ ગયો નહીં. અમે થોડા સમય સુધી કાઉચ પર બેસીને વાતો કરી અને પછી બેડરૂમમાં ગયા. મેં ડ્રોવરમાંથી કોન્ડોમ કાઢ્યું અને તેને આપ્યું પછી અમે સેક્સ કર્યું હતું. સેક્સ કર્યા પછી મને એવું લાગ્યું કે ટોમે કોન્ડોમનો ઉપયોગ કર્યો નથી. અમારી વચ્ચે પહેલી વખત સંબંધ બંધાયો આથી હું તેને બગાડવા ઈચ્છતી ન હતી. આથી મેં કંઈ વાત ના કરી. બ્રિટનમાં સેક્સ દરમિયાન સહમતિ વગર કોન્ડોમ ન વાપરવો અપરાધ છે.

તેણે આગળ વાત કરતા કહ્યું કે જ્યારે હું ફરીથી ટોમને મળી તો તેને કોન્ડોમ આપ્યું. સંબંધ બાંધ્યા પછી મેં તેને કોન્ડોમ અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે જમીન પર પડ્યું હશે પરંતુ મેં રૂમમાં બધે શોધ્યું પરંતુ મને કોન્ડમ ક્યાંય મળ્યું નહોતું. આ અંગે ટોમે કહ્યું કે હું વસ્તુને વધારે ગંભીરતાથી લઈ રહી છું. ત્રીજી વખત પણ ટોમે કોન્ડોમનો ઉપયોગ ન કર્યો. મેં ગુસ્સો કર્યો તો ટોમે કહ્યું કે હું પાગલ છું. જ્યારે મેં તેને કહ્યું કે મારી મરજી વગર કોન્ડોમનો ઉપયોગ ન કરવો એક પ્રકારનો રેપ જ છે અને મારી આ વાત સાંભળી તે હસવા લાગ્યો હતો. જેના પછી પણ ટોમ આવું જ કરતો રહ્યો હતો.

તેણે એક વખત મારી સાથે જબરજસ્તીનો સંબંધ બનાવવાની કોશિશ કરી હતી. મેં તેને ઘણી રોકવાની કોશિશ કરી. આખરે મેં તેને મારા ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેના પછી મારી એક મહિલા સાથે મુલાકાત થઈ અને તેણે કહ્યું કે ટોમ તેનો બોયફ્રેન્ડ છે. આ મહિલાને એક બાળક છે અને તે પ્રેગ્નન્ટ હતી. મહિલાએ મારા અને ટોમના મેસેજ જોયા જેના પછી તેણે મને ટોમથી દૂર રહેવાનું કહ્યું હતું. જ્યારે મેં તેને આખી સ્ટોરી કહી તો તેણે મને કહ્યું કે હું જાડી અને ઘણી બેડોળ છું અને આ મારો માત્ર ભ્રમ હતો કે ટોમને મારામાં કોઈ રુચિ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp