
બિહારના એક ગામમાં લગ્ન પ્રસંગ સમયે વરમાળા પહેરાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ કન્યાએ લગ્ન કરવાની ના કહેતા બધા ચોકી ગયા હતા. બિહારના મધુબની જિલ્લાના એક ગામમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતા. અહી એક કન્યાએ નશામાં ધુત થઈને આવેલા છોકરાની સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી. કન્યાને બધા લોકોએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કન્યા પોતાના નિર્ણય ઉપર અડગ રહી અને લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દેતા વરરાજા અને જાનૈયાઓએ વિલે મોઢે પરત ફરવું પડ્યું હતું.
આ આખી ઘટના મધુબની જીલ્લાના ઝીટકોહિયા ગામની છે. મુસહરી નિવાસી બુઝાઉન સાદાની દિકરી કાજલ કુમારીના લગ્ન નેપાળના ધનુષા જીલ્લાના ભડરિયા ગામના નિવાસી રાજુ સાદા સાથે નક્કી થયા હતા. લગ્નની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઈ હતી. લગ્ન મંડપ પણ તૈયાર થઇ ગયો હતો. કન્યાના હાથમાં મહેંદી પણ મૂકી ગઈ હતી. જાનૈયાઓના સ્વાગત માટે અનેક પ્રકારના ભોજન પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
આખા ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. વરમાળા માટે કન્યા સ્ટેજ ઉપર પહોચી દારૂના નશામાં રહેલા વરરાજાને જોઇને કન્યાએ લગ્ન માટે ના કહી દીધી. કન્યાએ લગ્નની ના કહેતા નારાજ થયેલા જાનૈયાઓએ છોકરીવાળાઓ સાથે મારામારી શરુ કરી દીધી. પરંતુ બહાદુર કન્યાએ પોતાનો નિર્ણય ન બદલ્યો. દારૂડિયા વરરાજા સાથે જાનૈયાઓએ વિલે મોઢે નેપાળ પરત ફરવું પડ્યું હતું. કન્યાપક્ષના લોકોનું કહેવું હતું કે, 100 જેટલી સંખ્યામાં આવેલા જાનૈયાઓમાં વરરાજા સહીત બધા દારૂના નશામાં હતા.
કન્યાએ દારૂડિયા વરરાજા સાથે લગ્ન ન કરવાના નિર્ણયના બહુ વખાણ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે, બિહારમાં દારૂબંધી કાયદો લાગુ છે. અહી દારુ પીવો એ એક ગુન્હો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર બિહારને દારૂ મુક્ત બનાવવા ઈચ્છે છે. મુખ્યમંત્રીના આ સ્વપ્નને આવા બહાદુર લોકોની મદદથી સાકાર કરી શકાય છે.
બિહારમાં દારૂબંધી કાયદો સાચી રીતે લાગુ કરવા માટે પોલીસ અને તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં છાશવારે દારૂબંધીના કાયદાનો ભંગ થતો હોવાના સમાચાર આવે છે ત્યારે બસોપટ્ટીની આ બહાદુર દિકરીએ જેવી રીતે દારૂડિયા વરરાજા અને જાનૈયાઓને વિલે મોઢે પરત ફરવાની ફરજ પડી તે વખાણવા લાયક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp