વધુ પડતું ચેટિંગ ઘાતક નીવડી શકે છે તમારી રિલેશનશીપ માટે

PC: app.goo.gl

ઘણા લોકોનો એવો આગ્રહ હોય છે કે જો તેઓ રિલેશનશીપમાં હોય તો પાર્ટનરે તેમની સાથે આખો દિવસ ચેટ કરવી જોઈએ અને લાંબા સમય સુધી ફોન પર વાતો કરવી જોઈએ. તેઓ એમ જ માનતા હોય છે કે આ રીતે ચેટ કરવું એ કોઈ પણ રિલેશનશીપનું અભિન્ન અંગ છે, પરંતુ શું તમને ખબર છે કે આ રીતે આખો દિવસ ચેટ કરવું કે સતત એકબીજાના સંપર્કમાં રહેવું તમારી રિલેશનશીપ પર ગંભીર પ્રભાવ પાડી શકે છે?

જી હા, રિલેશનશીપમાં સતત સંપર્કમાં રહેવાનો આગ્રહ શરૂશરૂમાં તો સારો લાગે, પરંતુ એક તબક્કે બેમાંથી એક પ્રેમીને એવું લાગવા માંડે છે કે તેનો સાથી તેને સ્પેશ નથી આપતો. આ તો ઠીક કેટલાક કિસ્સામાં એમ પણ લાગે કે તેનો સાથી તેની એકએક હરકત પર નજર રાખે છે અને તેની ફ્રિડમ છીનવી રહ્યો છે.

વળી જો બેમાંથી કોઈ એક સાથી કરિયરને કે પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્ત્વ આપતું હશે તો કામના સમયે કે અભ્યાસના સમયે તેને આ ચેટિંગ ભારરૂપ લાગશે અને તેના મનમાં આ બાબત ખટકો ઊભો કરશે, જે પાછળથી મોટી લડાઈમાં પરિવર્તિત થઈ શકે છે.

હંમેશાં ધ્યાનમાણ રાખો કે કોઈ પણ રિલેશનશીપ ત્યારે જ બ્યુટિફુલ બને છે, જ્યારે બંને પાર્ટનરને પોતપોતાની સ્પેશ મળે. અને આ પ્રકારનું મેસેજિંગ ઘણી વાર વ્યક્તિગત સ્પેશને છીનવી લેતું હોય છે. આ તો ઠીક કેટલાક લોકોને ‘જમી લીધું?’, ‘ક્યારે જમ્યો?’ જેવી વાતો ક્ષુલ્લક લાગતી હોય છે. આથી મેસેજ પર અગત્યની કે રોમેન્ટિક હોય એવી જ ચેટ કરવી અને એ પણ લિમિટેડ પિરિયડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp