સેક્સ સંબંધિત આ ભૂલો કરી તો ગયા કામથી...

PC: dailystar.co.uk

સેક્સ એવો વિષય છે જેના વિશે બધા લોકો ખુલીને વાત કરતા નથી અને ઓછી જાણકારીને કારણે રીલેશનશીપ કે સેક્સ દરમિયાન ભૂલો થઈ જાય છે જે મોંધી પડી શકે છે તો ચાલો જાણીએ કે એ કઈ ભૂલો છે અને તેણે કેવી રીતે સુધારી શકાય?

આજકાલની બીઝી લાઈફમાં રીલેશનશીપને ટાઈમ અપાતો નથી. તમારી પાસે ન વડીલો માટે ટાઈમ હોય છે ન તો પોતાના બાળકો માટે અને આ જ ટાઈમના અભાવની અસર પતિ-પત્નીના રીલેશનમાં પણ સાફ દેખાઈ આવે છે. અને આ અસર તેમની સેક્સ્યુઅલ લાઈફ પર પણ પડે છે. તમે ગમે તેટલાં વ્યસ્ત હોવ, પરંતુ એકબીજા માટે સમય કાઢો, વાતો કરો, સેક્સ માટે મૂડ બનાવો જેથી તમારા રીલેશનની સાથે સાથે તમારું તન અને મન પણ તાજગીથી ભરપૂર રહે.

તણાવ અને વધતાં વર્કલોડના કારણે પતિ-પત્ની પાસે એટલો સમય નથી હોતો કે સેક્સને સારી રીતે એન્જોય કરી શકે. સેક્સ એ માત્ર કરવા પૂરતું ઓપચારિક બાબત બનીને રહી જાય છે જેના કારણે બંનેને સંતુષ્ટિ નથી મળતી. એવામાં જરૂરી એ છે કે એકબીજા સાથે વાતચીત વધારવી અને જ્યારે જ્યારે તક મળે ત્યારે રોમાન્ટિક બનવું.

આ ઉપરાંત સેક્સ કરતી વખતે એકબીજાની સેક્સ્યુઅલ ઈચ્છાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ઘણીવાર મહિલાઓ પોતાને લઈને એટલી કોન્શિયસ થઈ જાય છે કે તેમને લાગે છે તેઓ સેક્સી દેખાતી નથી અને તે જાડી થઈ ગઈ છે. જોકે તેમણે આ વાત સમજવા જેવી છે કે સેક્સ અને જાડાપણા વચ્ચે કોઈ સંબંધ નથી.
જો સેક્સ લાઈફમાં કોઈ નવા પ્રકારનો રોમાંચ ન હોય અને એક જ પ્રકારે સેક્સ લાઈફ ચાલ્યા કરે તો તે બોરિંગ લાગે છે એ વાજબી છે. એકબીજાની સ્વીકૃતિથી સેક્સમાં નવા પ્રયોગો કરો તો તમને જરૂર સંતુષ્ટિ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp