ગુજરાતની યુવતીઓ કેમ મોડા લગ્ન કરે છે, કારણ જાણી ચોંકી જશો

PC: gulfnews.com

ગુજરાતમાં વર્ષો પહેલાં પુત્રી 18 વર્ષથી થાય ત્યારથી છોકરા જોવાનું શરૂ કરી 20 વર્ષની ઉંમરમાં પુત્રીના લગ્ન કરી દેવામાં આવતા હતા પરંતુ જ્યારથી અભ્યાસની ધૂન સવાર થઇ છે ત્યારથી રાજ્યમાં યુવતીઓના લગ્ન મોડાં થઇ રહ્યાં છે. છેલ્લા 10 વર્ષનો ટ્રેન્ડ જોતાં વિવિધ સમાજમાં પરિવર્તન આવ્યું છે. મોડાં લગ્ન કરવાનું મુખ્ય કારણ કરિયર છે.આ ઉપરાંત પ્રેમલગ્નો કરવા અંગે પણ સરવેમાં મહત્ત્વની જાણકારી બહાર આવી છે.

ગુજરાતમાં યુવતિઓની લગ્ન કરવાની ઉંમર વધતી જાય છે. આ ઘણી ચોંકાવનારી બાબત છે. લગ્નની વય 18 વર્ષની છે છતાં ગુજરાતમાં યુવતિઓની સરેરાશ લગ્નવય 24 થી 26 વર્ષ થઇ છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ યુવતિઓમાં વધેલી શિક્ષણની ભૂખ અને નોકરી કરવાની તમન્ના છે. હાલના સમયમાં બે પગાર ના હોય તો પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો કે વિવિધ સમાજની નવી પેઢીમાં એક બાળકનો કન્સેપ્ટ પણ આકાર લઇ રહ્યો છે.

યુવકોની જેમ યુવતિઓને પણ કેરિયર બનાવવામાં રસ જાગ્યો છે. એક સર્વેક્ષણમાં જણાયું છે કે દર દસ યુવતિ પૈકી ત્રણ યુવતિ 28 થી 30 વર્ષે મેરેજ કરે છે. દર દસ યુવતિએ પાંચ યુવતિ 25 વર્ષ પછી મેરેજ કરે છે. એવી જ રીતે દર 10 યુવકે સાત યુવકો 25 વર્ષ પછી અને દર 10 યુવકોએ બે યુવકો 29 વર્ષની ઉંમર સુધી લગ્ન કરતા નથી. યુવકોમાં કેરિયર બનાવવાનું ઝૂનૂન જોવા મળે છે.

બીજી રસપ્રદ બાબત એ સામે આવી છે કે ગ્રામ્ય વિસ્તારની યુવતિના લગ્ન આજે પણ શહેરી વિસ્તારની સરખામણીએ વહેલાં થાય છે. સેમ્પલ રજીસ્ટ્રાર સિસ્ટમના આંકડા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં  યુવતિની સરેરાશ લગ્ન કરવાની ઉંમર 21.8 જોવા મળી છે. જો કે શહેરી વિસ્તારમાં આ જ સમયગાળામાં લગ્ન કરવાની સરેરાશ ઉંમર 24.3 દેખાઇ છે. ગુજરાતના સંયુક્ત પરિવારમાં પણ શિક્ષણ અને નોકરીની જવાબદારી હોવાથી યુવતિ 23 વર્ષ પહેલાં લગ્ન કરવા તૈયાર થતી નથી.

યુવતિની જેમ શહેરી વિસ્તારના યુવાનો પણ લગ્નની વય મર્યાદા વધારી રહ્યાં છે. શહેરોમાં દર 10 યુવાનોએ યુવાનો 25 થી 30 વર્ષની વયે લગ્ન કરે છે. જો કે પ્રેમલગ્ન કરનારા યુગલો આજે પણ વહેલા લગ્ન કરી રહ્યાં છે. અમદાવાદવડોદરા અને સુરતમાં યુવાન કે યુવતિ 25 વર્ષ પહેલાં લગ્ન કરતા નથી.

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારોમાં એવું ભયસ્થાન આજે પણ છે કે મોડા લગ્ન કરવાથી યોગ્ય પાત્ર મળતું નથી પરંતુ શહેરોમાં વસતા પરિવારો માને છે કે લગ્ન મોડાં કે વહેલાં કરવામાં કોઇ ફરક પડતો નથી. ઇન્ટર કાસ્ટ મેરેજનું ચલણ સમાજમાં વધતું જાય છે તેથી યોગ્ય પાત્ર મળી રહે છે. સેમ્પલ રજીસ્ટ્રાર સર્વેનો આ રિપોર્ટ વંશવેલા માટે ચોંકાવનારો છે પરંતુ વસતી વધારા સામે અત્યારે ફળદાયી પણ છે. આ સર્વેમાં બીજું ચોંકાવનારૂં તારણ એવું સામે આવ્યું છે કે પ્રેમલગ્નોમાં સફળતાની ટકાવારી 80 ટકા જેટલી છે. દર 10 પ્રેમલગ્નો પૈકી 2 લગ્ન ફોક થાય છે. યુવતી અને યુવક અલગ થઇ જાય છે અને ફરીથી મેરેજ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp