છોકરીઓને ઈમ્પ્રેસ કરતા પહેલા જાણી લો આ વાતો

PC: hochu.ua

છોકરાઓને હંમેશાં એ વાત સતાવતી હોય છે કે છોકરીઓને કઈ રીતે ઈમ્પ્રેસ કરી શકાય. તે માટે તેઓ ઘણા તુક્કાઓ અપનાવતા હોય છે. ઘણા છોકરાઓ તો તેમને ફોલો કરવાનું પણ શરૂ કરી દે છે. જેના કારણે છોકરી ઈમ્પ્રેસ થવાની જગ્યાએ તમારાથી ઈરીટેટ થઈ જાય છે. જો તમે તમારા પ્રેમને ઈમ્પ્રેસ કરવામાં લાગ્યા હોવ તો અમારા આ ન્યૂઝના માધ્યમથી જાણી લો કે છોકરીઓને કઈ રીતે ઈમ્પ્રેસ કરી શકાય.

ઓવર કોન્ફિડન્સમાં આવીને તમે જે ભૂલો કરો છો તેનાથી છોકરીઓ તમને નફરત કરવા માંડે છે. જી હાં, છોકરાઓ મોટા ભાગે છોકરીઓને ખૂશ કરવા માટે ટશન બતાવવા માંડે છે અને ઓવર કોન્ફિડન્સમાં આવીને તેને પોતાની બનાવવા માટે ઉંધી ચત્તી હરકતો કરે છે. પણ શું તમે જાણો છો તમારી આવી હરકતોથી છોકરીઓ ખુશ નહીં પણ નારાજ થઈ જાય છે.

  • છોકરીઓને ઘૂરવાનું બંધ કરો.

મોટા ભાગના છોકરાઓ છોકરીઓને ઘૂરતા હોય એવું નજર પડે છે, પણ તમારી આ આદત છોકરીઓને પસંદ આવતી નથી. તમે જો તમારી ગર્લફ્રેન્ડ સાથે હોવ તો તમારી આવી હરકતથી તે ચિડાય જશે.

  • વધારે બિંદાસ અંદાજ ન બતાવો.

આજ કાલ છોકરાઓ બિંદાસ થવાના ચક્કરમાં ભૂલો કરી બેસે છે. છોકરીઓને આ વસ્તુ પસંદ નથી કે તમે દરેક વસ્તુમાં શો કરો કે તમે દરેક વસ્તુ સાથે કમ્ફર્ટેબલ છો. બિંદાસપણા કરતા તમારો સારો સ્વભાવ દર્શાવવો જરૂરી છે.

  • બીજી છોકરીઓના વખાણ ન કરો.

ભૂલથી પણ તમારા ગર્લફ્રેન્ડની સામે બીજી છોકરીઓના વખાણ ન કરો. જો તમે પણ તમારા પ્રેમનો ઈઝહાર કરવા માંગો છો તો આ ભૂલ ક્યારેય ન કરો. કોઈ પણ છોકરી કોઈ બીજી છોકરીના વખાણ સહન કરી શકતી નથી.

  • ફ્લર્ટ કરવું પડી શકે છે ભારે.

કેટલાક છોકરાઓમાં ફ્લર્ટ કરવાની આદત હોય છે, પણ તમારી આ આદતને કારણે છોકરીઓ તમારાથી દૂર થઈ જાય છે. છોકરીઓને છોકરાઓની આ આદત બિલકૂલ પસંદ નથી.    

  • તમારી ગર્લફ્રેન્ડને સમય આપો.

તમે સોશિયલ મીડિયા પર કેટલા પણ લોકપ્રિય કેમ ન હોવ જો તમારી પાસે તમારી ગર્લફ્રેન્ડ માટે સમય ન હોય તો તે તમને નફરત કરવા માંડે છે. દરેક છોકરી તેના બોયફ્રેન્ડ પાસે સમય માંગે છે. જેથી તે વધારેને વધારે સમય વિતાવી શકે.

  • ખોટું ન બોલો.

કોઈ પણ સબંધ સત્ય પર ટકેલો હોય છે, પણ જો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ખોટું બોલો છો, તો તમારી આ આદતથી તમે ફસાઈ શકો છો. તેનું પરિણામ એ આવશે કે થોડા દિવસોમાં તે છોકરીના દિલમાં તમારી માટે નફરત આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp