18 વર્ષની મુસ્કાન 55 વર્ષના ફારૂક પર ફિદા, કર્યા લગ્ન

PC: hindi.tezzbuzz.com

પાકિસ્તાનમાં રહેતી 18 વર્ષની મુસ્કાનને 55 વર્ષીય ફારૂક સાથે પ્રેમ થયો. આ પછી બંને હંમેશ માટે એકબીજાના બની ગયા. ફારુકે જણાવ્યું કે મુસ્કાનની સિંગિંગથી પ્રભાવિત થયા બાદ તે તેની નજીક આવ્યો હતો. તો મુસ્કાન ફારૂકની વાત કરવાના અંદાજથી ફિદા થઈ ગઈ. એક ઈન્ટરવ્યૂમાં આ કપલે તેમની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું.

યુટ્યુબર સૈયદ બાસિત અલીને આપેલા ઈન્ટરવ્યૂમાં ફારૂકે કહ્યું કે મુસ્કાન તેના ઘરની નજીક રહેતી હતી. તેનું સિંગિંગ તેમને ખૂબ જ પસંદ હતું. આવામાં તે મુસ્કાનના ઘરે જવા લાગ્યો. ધીમે-ધીમે મુસ્કાન તેમને નોટિસ કરવા લાગી અને તેઓની વચ્ચે વાત થવા લાગી.

ફારુકના કહેવા પ્રમાણે, મુસ્કાનને સૌથી પહેલા તેની સાથે પ્રેમ થયો હતો. પછી તેમણે પણ પોતાના દિલની વાત કરી. જ્યારે બંને રિલેશનમાં આવવાનું વિચારવા લાગ્યા ત્યારે તેમના પરિવારના સભ્યો, મિત્રો, સંબંધીઓએ તેમને ઘણું ખરું ખોટું સંભળાવ્યું. જો કે, તેઓએ કોઈની પરવા ન કરી અને એકબીજાના બની ગયા.

ઈન્ટરવ્યૂમાં મુસ્કાન કહે છે કે જ્યારે ફારૂક તેના ઘરે આવતો હતો ત્યારે તે 'ના મિલો હમસે જ્યાદા કહીં પ્યાર હો ના જાયે...' ગીત ગાતી હતી. મુસ્કાનને ફારુકની વાત કરવાની રીત, સ્ટાઈલ, સ્વભાવ ગમ્યો અને પછી તે ફારુકના પ્રેમમાં પડી ગઈ.

મુસ્કાન કહે છે કે તે ફારૂક માટે કંઈ પણ કરી શકે છે, જીવ પણ આપી શકે છે. ફારુકને પણ મુસ્કાન પ્રત્યે આવી જ લાગણી છે. ફારુક કહે છે કે ઉપરવાળાના આશીર્વાદ છે કે તેને મુસ્કાન જેવી છોકરી મળી. ફારુકના આ પહેલા લગ્ન છે. અત્યાર સુધી તેઓ કુંવારા હતા, પરંતુ 55 વર્ષની ઉંમરે તેમને તેમની દુલ્હન મળી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp