કેમ પતિને ચીટ કરીને બીજા પુરુષ સાથે સંબંધ બનાવે છે પત્ની, આ છે મુખ્ય કારણ

PC: stylewhack.com

ઘણીવાર દંપતિ વચ્ચે નાની નાની વાતોને લઈને ઝઘડાઓ થતા રહે છે અને ત્યાર બાદ નાની વાત ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તેની ખબર પણ પડતી નથી. તેના પરિણામ રૂપે દંપતિના સંબંધમાં ખટાશ આવી જાય છે અને બંને વચ્ચે દૂરી વધી જાય છે.

આવા સમય દરમ્યાન મહિલાઓ પરપુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે. પણ માત્ર આ જ કારણ નથી કે મહિલાઓ પોતાના જીવનસાથીની વિમુખ થઈ જાય છે. અન્ય પણ કારણો છે જેને કારણે મહિલાઓ પર પુરુષ જોડે સંબંધ બનાવી બેસે છે.

આ રીતના સંબંધો મહિલા ત્યારે જ બનાવે છે, જ્યારે તેના લગ્ન તેની મરજી વિના થયા હોય અને તે પોતાના પ્રેમને ભૂલી ન શકી હોય. તેનું મન વારે વારે તેના પ્રેમને જ શોધતું હોય છે. જેને કારણે તે પોતાના પતિ પર ખાસ ધ્યાન આપી શકતી નથી.

પુરુષો પણ ઘણીવાર પોતાના વ્યસ્ત જીવનશૈલીના કારણે પોતાની પત્ની પર ધ્યાન આપતા નથી. એવામાં મહિલાના જીવનમાં આવનારો કોઈ પુરુષ તેનું ધ્યાન રાખવા લાગે તો એ વ્યક્તિ તેને ઘણો સારો લાગે છે. એ જ કારણ છે કે ઘરોમાં ડિવોર્સનું પ્રમાણ વધ્યું છે.

આજની દુનિયામાં મહિલાઓને દેખાડો કરીને જીવન જીવવાનું પસંદ પડતું હોય છે. પણ પતિનો પગાર ઘર અને બાળકોમાં જ પતી જતી હોય છે. એવા સમયે મહિલાઓ પોતાના બહારના શોખ પૂરા કરવા માટે અને જિંદગીને આરામદાયી જીવવા માટે અમીર પુરુષો જોડે અનૈતિક સંબંધ બનાવી બેસે છે.

એવું પણ ઘણાં કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, મહિલાનો પતિ બહાર રહેતો હોય અને તેને એકલતાપણું સતાવતું હોય છે. અને પોતાના એકાંતપણાને દૂર કરવા માટે તે અન્ય પુરુષનો સહારો લે છે.

જો યુવક કે યુવતિના લગ્ન તેમની ઉંમરના હિસાબે ન થતા હોય, મતલબ કે જો યુવકની ઉંમર મોટી હોય કે નાની, તો એકબીજા સાથે ખુશ રહેવું મુશ્કેલ બની જાય છે. એવા સમયે યુવતિ પોતાની બરાબરના ઉંમરવાળા જીવનસાથીની શોધમાં લાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp