એથલીટ દુતી ચંદનો લેસ્બિયન હોવાનો ખુલાસો, જાણો કોની સાથે છે સંબંધ

PC: thehindu.com

એશિયન ગેમ્સમાં ભારત માટે બે સિલ્વર મેડલ  જીતનારી સ્ટાર એથલીટ દુતી ચંદે મોટો ખુલાસો કરતા તે લેસ્બિયન હોવાનું કહ્યું હતું. ધ સંડે એક્સપ્રેસના રિપોર્ટ મુજબ દુતી ચંદે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોથી તે સમલૈંગિક સંબંધમાં છે. દુતીની સાથે સમલૈંગિક સંબંધમાં કોઇ બીજું નહીં, પરંતુ તેના જ ગામની એક છોકરી છે. પરંતુ દુતી ચંદે તે છોકરીની ઓળખ નહોતી આપી.

દુતી ચંદે પોતાના સમલૈંગિક સંબંધને કબૂલ કરતા કહ્યું હતું કે, મને એવું કોઇ મળી ગયું, જે મને જીવથી પણ વ્હાલું છે. મને લાગે છે કે, દરેક વ્યક્તિને સંબંધોની આઝાદી હોવી જોઇએ કે તે કોની સાથે રહેવા માગે છે.

Image result for dutee chand

દુતી ચંદે વધુમાં કહ્યું હતું કે, મેં હંમેશાં એ લોકોના અધિકારોની પેરવી કરી છે, જે સમલૈંગિક સંબંધમાં રહેવા માગે છે. આ કોઇ વ્યક્તિની વિશેષ પોતાની ઇચ્છા છે. હાલમાં મારું ફોકસ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે, પરંતુ ભવિષ્યમાં હું તે છોકરી સાથે સેટલ થવા માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp