કોરોના વાયરસની મહામારીએ સગાઈ-લગ્ન વચ્ચેના 'ગોલ્ડન ટાઈમ'ને બગાડ્યો

PC: divyabhaskar.co.in

સગાઈ પછીને અને લગ્ન પહેલાનો સમય દરેક યુગલ માટે ખૂબ મહત્ત્વનો હોય છે. આ સમયને ગોલ્ડન પીરીયડ પણ કહે છે. આ એ જ સમય હોય છે જ્યારે બે વ્યક્તિ એકબીજાને વધુ સમય આપીને સમજી શકે છે. જાણી શકે છે. ભવિષ્યના પ્લાનિંગ અંગે વાત કરી શકે છે. પણ કોરોના વાયરસની મહામારીને કારણે ઘણા બધા યુગલનો આ સમય પણ ખરાબ થયો છે. સર્વત્ર લોકડાઉન છે અને કોઈ ડેટ પણ પ્લાન કરી શકાય એમ નથી. પ્લાનિંગ પર વાયરસવાળું પાણી ફરી ગયું છે. જે લોકોની તાજેતરમાં સગાઈ થઈ છે એ કપલ મળવા, ફરવા જવા કે શોપિંગ કરવા માટે પણ ક્નેક્ટ થઈ શકે એમ નથી.

પણ વીડિયો કોલ અને ઓડિયો કોલના ટેકનોલોજીના પાસા પરથી તેઓ વાસ્તવિક રીતે દૂર રહેવા છતા નજીક હોવાનું માની રહ્યા છે. સમયે મળ્યે તેઓ વીડિયો કોલ કરીને ખબરઅંતર પૂછી લે છે. તો કોઈ વોટ્સએપ કે મેસેજ કરીને ક્નેક્ટ રહેવા પ્રયત્ન કરે છે. રૂચા (નામ બદલ્યું છે) કહે છે કે, અમારી સગાઈ હમણા જ થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં. પણ હાલ લોકડાઉનની સ્થિતિ વચ્ચે મળી શકાય એમ નથી. એટલે વીડિયો કે ઓડિયો કોલ પર વાત કરીએ છીએ. જ્યારે રૂષિત (નામ બદલ્યું છે) એક આઈટી કંપનીમાં પ્રોગ્રામર છે. હાલ તે વર્ક ફ્રોમ હોમ કરે છે. તે કહે છે કે, સાંજે કામ પૂર્ણ થાય પછી વીડિયો કોલથી અમે મળીએ છીએ. શનિવારે હાફ ડે હોય ત્યારે સાંજનો મોટાભાગનો સમય મેસેજ કરવામાં જાય છે. એવામાં ઘણા મિમ્સ પણ ફોવર્ડ થતા રહે છે.

રૂચા કહે છે કે, હાલમાં તો અનેક એવા કપલ્સ હશે જેને વીડિયો કોલમાં પણ રૂબરૂ મળ્યાની ફીલિંગ્સ આવતી હશે. ઘરની બહાર નીકળવું શક્ય નથી એટલે ડિજિટલ પ્લેટફોર્મ પર જે ટાઈમપાસ હોય એવી વસ્તુઓ શેર થતી રહે છે. સેલ્ફીની જગ્યાએ વીડિયો કોલના સ્ક્રિનશૉટથી કામ ચાલી જાય છે. જોકે, આ એક બેસ્ટ ક્વોલિટી ટાઈમ છે. ન કોઈ વસ્તુનું પ્રલોભન કે ન કોઈ ખોટા પ્રોમિસ. જે હોય તે ડાયરેક્ટ વાત થાય છે. ક્યારેક ચેટિંગ કરીને કંટાળો આવે ત્યારે ઓનલાઈન સોંગ એકબીજાને ડેડિકેટ કરીએ છીએ. આ સમયગાળામાં ક્યાંય ફરી શકાતું નથી એ વાતનો થોડો અફસોસ છે પણ ચાલે. કારણ કે, સાવચેતી અનિવાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp