આ આદત દુનિયાના તમામ પુરુષમાં હોય જ છે, શું એનાથી તે તેની મર્દાનગી સાબિત કરે છે?

PC: popxo.com

એવું નથી કે માત્ર ભારતમાં જ પુરુષ શારીરિક સુખ માટે સ્ત્રી પર આધિપત્ય ધરાવે છે અને હંમેશાં સ્ત્રી કરતા વધુ શક્તિશાળી તેમજ વધુ ઉપભોગતા છે. આ માનસિકતા દુનિયાના દરેક પુરુષની છે તેવું એક સરવે દ્વારા સાબિત પણ કરવામાં આવ્યું છે, જેમાં 15,000 પુરુષો અને મહિલાઓનો સરવે કરવામાં આવ્યો હતો. એ સરવે અનુસાર અનુસાર 16-74 વયના સ્ત્રી પુરુષનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સેક્સ માટે પુરુષ વધુ પાર્ટનર રાખે છે કે સ્ત્રી? જેના પરિણામ મુજબ મોટા ભાગના પુરુષનો જવાબ એ હતો કે તેને ઓછામાં ઓછી 14 સ્ત્રી સાથી સાથે સંબંધો બનાવ્યા છે ત્યારે આ બાબતે સ્ત્રીઓનું એવું કહેવું હતું કે તેઓએ ઓછામાં ઓછા 7 પુરુષ સાથી સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે. તો આ વાત પરથી એવું તરણ આવ્યું હતું કે જ્યારે સ્ત્રીઓની સંખ્યા જ ઓછી છે તો પુરુષ એવું કઈ રીતે કરી શકે એટલે તેઓ તેની મર્દાનગી સાબિત કરવા અને પોતે સ્ત્રી કરતા વધુ પ્રભુત્વ ધરાવે છે એવું દર્શાવવા આ આંકડો વધારી વધારીને કહે છે.

તો હવે સવાલ એ છે કે બીજા એવા ક્યાં કારણો છે જેના લીધે પુરુષ પોતાના સેક્સ પાર્ટનરની સંખ્યા વધારી વધારીને કહેતો ફરે છે?

ફેન્ટસી

સેક્સુઅલ ફેન્ટસી પણ એક કારણ છે જેના માટે પુરુષ સાથી સાથે સંભોગ અને તેની ફેન્ટસી એટલે કે સેક્સ વિશેની કલ્પનાઓને સંતોષતો હોય છે. આ સાથે તેની કલ્પનાઓમાં પણ અનેક સ્ત્રીઓ રાચતી હોય છે.

એકલતા

અત્યારના યુગ પ્રમાણે પ્રેમમાં વારંવાર હૃદય ભંગ થવું એ એક ચિલો બની ગયો છે અને તે હૃદય ભંગ થયાની પીડામાં પુરુષ એકલતાનો ભોગ પણ બને છે. તેવા દુ:ખના સમયને ભૂલવા માટે તે સેક્સનો સહારો લે છે જેમાં તે વિવિધ સ્ત્રી સાથી સાથે શરીર સુખ માણે છે અને ડિપ્રેશનમાંથી નીકળવાની કોશિશ કરે છે.

સેક્સોહોલિક

આ શબ્દ કદાચ નવો લાગતો હશે કે આ સેક્સોહોલિક શું છે? જેમ જે વ્યક્તિ આલ્કોહોલનો આદિ હોય છે અને તેને આલ્કોહોલ વગર ચાલતું નથી હોતું, તેવી જ રીતે અનેક પુરુષમાં પણ એવું હોય છે જે સેક્સોહોલિક હોય છે અને તેની કામેચ્છા ચરમસીમાને પાર કરી ગઈ હોય છે. તેને એક, બે, ત્રણ સાથીથી સંતોષ નથી મળતો હોતો એટલે તેઓ પ્રોસ્ટિટ્યૂટ પાસે જવાથી પણ અચકાતા નથી હોતા.

એક્સપેરિમેન્ટ

કેટલાક પુરુષની માનસિકતા એવી હોય છે જેમાં તેને સેક્સ માટે હંમેશાં કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરવા હોય છે અને તેના માટે તે સાથી બદલતો રહેતો હોય છે. નવા નવા સેક્સ પાર્ટનર સાથે, નવા નવા અનુભવ કરવા તેને ખૂબ ગમતા હોય છે.

મર્દાનગીનો સિમ્બોલ

ભારત જેવો દેશ જ્યાં હજુ પણ સ્ત્રી કરતા પુરુષ વધુ તાકાતવાન છે તેવી કલ્પના જીવિત છે. તેવી જ રીતે દુનિયામાં પણ સેક્સ બાબતે પુરુષ સ્ત્રી કરતા વધુ ચઢિયાતો છે તેવું સાબિત કરવા માટે પુરુષો વિવિધ સેક્સ પાર્ટનર સાથે સંબંધ બાંધતો હોય છે. આ ઉપરાંત તે પોતાની મર્દાનગી સાબિત કરવા પણ સેક્સ પાર્ટનર બદલતો રહે છે. હજુ પણ તે એવું જ મને છે કે તેની મર્દાનગી તેની સેક્સ કેપેસિટી પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp