સેક્સના પહેલા અનુભવને યાદગાર બનાવવા માટે અપનાવો આ ટિપ્સ

PC: bustle.com

પહેલીવાર સેક્ટ કરવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ હોય છે. આ અનુભવની સાથે એક નવી દુનિયાની શરૂઆત થાય છે. આ ક્ષણ તમને પોતાના સાથીની વધુ નજીક લઈ જાય છે, સાથે જ ત્યારબાદ તમે પોતાની શરીરની આવશ્યકતાઓને વધુ સારી રીતે સમજી શકો છો. આ મહત્ત્વની ક્ષણને તમે કઈ રીતે વધુ સારી અને યાદગાર બનાવી શકો તે અંગે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છેઃ

પહેલીવાર સેક્સ વિશે કરો વાત

પહેલીવાર સેક્સ કરતા પહેલા પોતાના ભાઈ-બહેન, મિત્ર અથવા ડૉક્ટરની સાથે તે અંગે વાત કરો. આમ તો આવું કરવુ સરળ નથી હોતું, પરંતુ અનુભવી લોકોની સલાહથી પહેલીવાર સેક્સને લઈને જે ડર અથવા મનમાં સવાલો ચાલી રહ્યા હોય, તેનું સમાધાન થઈ જશે. સેક્સના પહેલા અનુભવને આનંદદાયક બનાવવામાં આ સલાહ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સેક્સ કરતા પહેલા કરો પૂરી તૈયારી

તમારે પહેલા સેક્સ અનુભવને યાદગાર બનાવવા માટે કેટલીક તૈયારીઓ કરવી જોઈએ. જેમકે, સંભોગ, સુરક્ષાની રીતો, યૌન સંચારિત રોગો, યૌન અંગો અને ઈરોજેનસ ઝોન વિશે વાંચો અને યોગ્યરીતે જાણકારી મેળવી લો. ત્યારબાદ સુનિશ્ચિત કરો કે તમારી પાસે કોન્ડમ અને લ્યૂબ્રિકન્ટ જેવી તમામ આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ હોય.

સહમતિને સમજો

ભલે તમે પહેલીવાર સેક્સ કરી રહ્યા હો કે અગાઉ ગમે તેટલીવાર સેક્સ કરી ચુક્યા હો, પોતાના સાથીની સહમતિને સમજવી ખૂબ જ આવશ્યક છે. જો તમે એક મહિલા હો અને કોઈપણ ક્ષણે તમે અસુરક્ષિત અનુભવો તો પોતાના સાથીને તરત જ અટકાવી દો. પુરુષ સાથીએ પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા પાર્ટનરની નાનો મતલબ ના જ છે, દરેક પરિસ્થિતિમાં પોતાના સાથીની ભાવનાઓનું સન્માન કરો.

કેટલાક સત્યો અનુભવને વધુ સારો બનાવે છે

તમારા સાથી સાથે ફિઝિકલ રિલેશન બનાવતા પહેલા તેમની સાથે તમારા વિશે બધી હકીકત શેર કરો. આવુ કરવાથી તમે યૌન સંબંધી રોગોથી પોતાને સુરક્ષિત રાખી શકશો. તમારા સાથીને તેની એક્સપેક્ટેશન વિશે પૂછો અને પોતાની ઈચ્છાઓ પણ જણાવો. આમ કરવાથી તમારો સેક્સનો અનુભવ વધુ આનંદદાયી બનશે.

ફોરપ્લે ખૂબ જ જરૂરી છે

પહેલીવાર સેક્સ દરમિયાન સૌકોઈ નર્વસ હોય છે અને જલ્દીથી સેક્સનો અનુભવ લેવા માગતા હોય છે. પરંતુ તે સાચી રીત નથી, સેક્સ કરતા પહેલા ફોરપ્લે જરૂર કરો. મહિલાઓને ઉત્તેજિત થતા થોડો સમય લાગે છે. જો તમે ફોરપ્લે વિના સેક્સ કરશો તો તમને બંનેને અસુવિધા અને દર્દનો અનુભવ થઈ શકે છે. ઘર્ષણને કારણે યોનિમાં ઈજા પણ થઈ શકે છે, જેને કારણે સંક્રમણ થઈ શકે છે.

પહેલીવાર એક્સપરિમેન્ટથી બચો

પહેલીવાર સેક્સ દરમિયાન ઘણા લોકો અનોખી સેક્સ પોઝિશન અથવા ટ્રિક્સની સાથે પોતાના સાથીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે કેટલું સુરક્ષિત અને સરળ છે, તેને જાણી લેવું જરૂરી હોય છે. પહેલીવાર સેક્સ દરમિયાન એક્સપરિમેન્ટ ન કરો. તેને કારણે તમને નુકસાન પણ થઈ શકે છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

પહેલીવાર હોય કે 100મી વાર, સેક્સ દરમિયાન સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. સેક્સ કરતા પહેલા તમારા નખ કાપી લો અને તમારા હાથને યોગ્યરીતે ધોઈ લો. દર વખતે નવા કોન્ડમનો ઉપયોગ કરો. યૂરિનરી ટ્રૈક્સ ઈન્ફેક્શનથી બચવા માટે મહિલાઓએ સેક્સ કરતા પહેલા અને તુરંત બાદ પેશાબ જરૂર કરવો જોઈએ. જ્યારે પુરુષોએ સંભોગના આશરે 15 મિનિટ બાદ પેશાબ કરવો જોઈએ. સેક્સ બાદ શક્ય હોય તો બંને જણાએ સ્નાન કરી લેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp