સાજા થયા બાદ પણ સેક્સથી ફેલાઈ શકે છે કોરોના, આ સાવધાની રાખશો

PC: annecohenwrites.com

કોરોના સંક્રમિત પુરુષોના સ્પર્મમાં વાયરસ મળ્યા બાદ સેક્સને લઈને લોકોને સતકર્તા રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાય તો તેણે સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. આ અંગે એક એક્સપર્ટનું પણ કહેવું છે કે, કોરોનામાંથી સાજા થયા બાદ પણ થોડાં દિવસો સુધી સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. થાઈલેન્ડના ડિસીઝ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના સીનિયર મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે, કોરોના બીમારીમાંથી સાજા થયા બાદ લોકોએ થોડાં દિવસો સુધી સેક્સ ના કરવું જોઈએ. ચીનમાં કરવામાં આવેલા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી હતી કે, સ્પર્મમાં કોરોના વાયરસ હોઈ શકે છે. કારણ કે, સાજા થઈ ચુકેલા દર્દીઓના સ્પર્મમાં પણ વાયરસ મળ્યા હતા.

થાઈલેન્ડના ડિસીઝ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ વીરાવત મનોસુટ્ઠીના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી સાજા થયા બાદ થોડાં દિવસો સુધી કિસ કરવાથી પણ બચવું જોઈએ. મનોસુટ્ઠીએ કહ્યું કે, કોરોનામાંથી સાજા થયા બાદ 30 દિવસો સુધી સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. જણાવી દઈએ કે, કોરોનામાંથી સાજા થયા બાદ કેટલાક લોકો ફરીથી પોઝિટિવ હોવાના મામલા સામે આવી ચુક્યા છે. સીનિયર મેડિકલ એક્સપર્ટે એવું પણ કહ્યું કે, 30 દિવસો બાદ પણ જો સેક્સ કરો તો કોન્ડોમનો ઉપયોગ જરૂર કરવો.

ચીનમાં કરવામાં આવેલા સંશોધનમાં 38 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 15 હોસ્પિટલમાં જ હતા, જ્યારે 23 કોરોના વાયરસમાંથી સાજા થઈ ચુક્યા હતા. સંશોધનમાં જ્યારે સેમ્પલની તપાસ કરવામાં આવી તો તેમાંથી કુલ 6 લોકોના સ્પર્મમાં કોરોના વાયરસ મળ્યા. કોરોનામાંથી સાજા થઈ ચુકેલા 2 વ્યક્તિના સ્પર્મમાં પણ વાયરસની પુષ્ટિ થઈ હતી. સાયન્સિટ્સનું કહેવું છે કે, સાજા થયા બાદ વાયરસ થોડાં દિવસો સુધી શરીરમાં જ હોઈ શકે છે અને સેક્સ દ્વારા સંક્રમણ ફેલાઈ પણ શકે છે. એક બીજા રિસર્ચમાં પણ એ જાણવા મળ્યું છે કે, સાજા થઈ ચુકેલા દર્દીઓ પણ બીજાને વાયરસ ફેલાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp