પત્નીના મૃત્યુના 10 મિનિટ બાદ પતિનું પણ થયું મોત, બંનેનો સાથે અંતિમ સંસ્કાર

PC: news18.com

રાજસ્થાનના એક ગામમાં પત્નીના મોત બાદ માત્ર 10 મિનિટમાં જ પતિએ પણ દુનિયા છોડી દીધી. બંનેની એક સાથે અર્થી ઉઠતા ગામમાં શોક ફેલાઈ ગયો હતો. પતિ પત્ની બંનેના મૃત્યુ થતા એક જ ચિતામાં બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પત્નીના મૃત્યુ બાદ પતિએ પણ સાત જન્મ સાથે રહેવાનું વચન નિભાવ્યું હોય તેમ 10 મિનિટ પછી તેનું પણ મૃત્યુ થયું હતું.

રાજસ્થાનના બાંસવાડામાં શુક્રવારે પત્નીના મૃત્યુની થોડી મિનિટ પછી પતિનું પણ મોત થયું હતું. જોકે, પતિનું મોત આઘાત લાગતા થયું હતું. લગ્નના 50 વર્ષ સાથે વિતાવ્યા બાદ એકસાથે બંનેએ દુનિયા છોડી દીધી હતી. બંનેના અંતિમ સંસ્કાર પણ એક જ ચિતામાં કરવામાં આવ્યા હતા. મૃત્યુ પહેલા પત્નીએ પાણી માંગ્યું હતું. પાણી લઈને પતિ જેવો પોતાની પત્ની પાસે પહોચ્યો ત્યારે ખબર પડી કે તેની પત્નીનું મૃત્યુ થઇ ગયું છે. જે આઘાત પતિ સહન ન કરી શક્યો અને તે જમીન ઉપર પડી ગયો. જમીન ઉપર પડતા જ તેનું પણ મૃત્યુ થઇ ગયું.

આ ઘટના બાંસવાડા જિલ્લાના બસ્સી ચંદનસિંહ ગામની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં રહેતા રૂપા ગાયરીની પત્ની કેસર ગાયરીને અંદાજે 2 મહિના પહેલા પેરાલિસિસ થઇ ગયું હતું. ત્યારથી જ કેસર પથારીમાં રહેતી હતી. કેસરની ઉદયપુરમાં સારવાર ચાલી રહી હતી. શુક્રવારે કેસર પાણી માંગી રહી હતી. કેસરના પતિ રૂપાએ કેસરને પાણી પીવડાવ્યું તો કેસરે પાણી પીધું નહી. ત્યારે તેના પતિએ નસ ચેક કરી તો ખબર પડી કે કેસરનું મૃત્યુ થઇ ગયું છે. આ વાતનો રૂપાને ભારે આઘાત લાગ્યો અને 10 મિનિટમાં જ તે જમીન ઉપર પડી ગયો.

પરિવારજનોએ રૂપાને હૉસ્પિટલ પહોચાડ્યો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ચંદનસિંહ ગામમાં આવી પહેલી ઘટના બની હતી કે જેમાં પતિ-પત્નીના મૃત્યુ માત્ર આકસ્મિક લાગી રહ્યું હતું. બંનેના લગ્ન 55 વર્ષ પહેલા થયા હતા. જીવનનો લાંબો સમય સાથે રહ્યા હતા. પોતાની પત્નીના મોતનો આઘાત પતિ સહન ન કરી શક્યો અને પત્નીના મૃત્યુની 10 મિનિટ બાદ તેને પણ અનંત માર્ગ પકડ્યો હતો. બંનેની અર્થે એકસાથે ઉઠી હતી અને એક જ ચિતામાં બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp