પતિની માગણીઃ પત્ની રોજ નહાતી નથી, મને તલાક આપો

PC: sify.com

તીન તલાક પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રીતના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ વિના મુસ્લિમ મહિલાઓ પાસેથી તલાક માગી લેવામાં આવતો હતો. એટલું જ નહીં મહિલાઓએ માર પણ સહન કરવો પડતો હતો. ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી તલાકનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.

વુમન પ્રોટેક્શન સેલમાં સુનાવણી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલીગઢમાં એક પતિએ પત્નીના રોજ ન નહાવાનું કારણ આપી તલાક માગવાનો અધિકાર જણાવ્યો છે. હવે આ મામલો વુમન પ્રોટેક્શન સેલની પાસે છે અને કપલના લગ્નને બચાવવા માટે બંનેની કાઉન્સિંલિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જ્યારે પતિ પાસેથી તલાક માગવાનું કારણ જાણવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે હેરાન કરનારો જવાબ આપ્યો. પતિએ કહ્યું, મેડમ મારી પત્ની નહાતી નથી. હું આની સાથે રહી શકીશ નહીં. પ્લીઝ મને તલાક આપી દો. તલાકનું આવું કારણ સાંભળીને ત્યાં મોજૂદ લોકો પણ ચોંકી ગયા.

આ મામલો અલીગઢના ચંડોસ વિસ્તારનો છે. જાણકારી અનુસાર બે વર્ષ પહેલા ચંડોસના યુવકના લગ્ન ક્વાર્સીની રહેનારી એક યુવતી સાથે થયા હતા. લગ્નના શરૂઆતી દિવસમાં બધું બરાબર હતું પણ ધીમે ધીમે પતિ-પત્નીના સંબંધોમાં ખટાસ આવવા લાગી. બંને એકબીજાની આદતોથી પરેશાન થવા લાગ્યા અને ઝઘડો વધવા લાગ્યો.

સંબંધમાં ખટાસ

તેની વચ્ચે દંપતિને એક દીકરો પણ થયો. તેમ છતાં કપલની વચ્ચે સંબંધ સુધરી રહ્યા નથી. એવામાં પતિએ નિર્ણય કર્યો કે તે હવે મહિલા સાથે રહેવા માગતો નથી. આ કેસ વુમન પ્રોટેક્શન સેલ સુધી પહોંચી ગયો. સુનાવણી દરમિયાન કાઉન્સેલરે પતિ અને પત્ની બંનેને સમજાવવાની કોશિશ કરી અને સંબંધ સુધરી શકે.

કાઉન્સિંલ દરમિયાન પતિએ પત્નીના રોજ ન નહાવાની વાતને લઇ તલાકની માગણી કરી. પતિએ ન માત્ર તેના ન નહાવા પર સવાલ ઉઠાવ્યા બલ્કે આરોપ લગાવતા કહ્યું કે પત્નીના શરીરમાંથી વાસ આવે છે અને તે તેની સાથે એક દિવસ પણ રહી શકશે નહીં. આ બધા આરોપો પર પત્નીએ વળતો જવાબ આપતા કહ્યું કે ન કામની વાતો ઉઠાવીને પતિ તેને સતત પરેશાન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp