પત્ની મારા કરતા વધુ કમાય છે, છતા ઈચ્છે છે કે બધા ખર્ચા હું એકલો જ મેનેજ કરું

PC: defeatingdivorce.com

લગ્ન બાદ પતિ અને પત્નીની ઉપર ઘણી જવાબદારીઓ આવે છે, જેમાંથી એક આર્થિક જવાબદારી હોય છે. જો તેને યોગ્યરીતે સંભાળવામાં ના આવો તો આ ઈશ્યૂ સંબંધ તોડી પણ શકે છે. આવી જ સ્થિતિમાંથી હાલ એક વ્યક્તિ પસાર થઈ રહ્યો છે, જેણે પોતાની પ્રોબ્લેમ એક્સપર્ટ સાથે શેર કરી છે. તેણે સવાલ કરતા કહ્યું હતું કે, હું 33 વર્ષનો છું અને મારા લગ્નને આશરે એક વર્ષ થઈ ચુક્યા છે. મારા અરેન્જ મેરેજ થયા હતા. હું એક સરકારી સ્કૂલમાં છેલ્લાં 6 વર્ષથી કામ કરી રહ્યો છું. ઘરનો સૌથી મોટો દીકરો હોવાના નાતે મારા પર કેટલીક જવાબદારીઓ છે, જેને મારે પૂરી કરવાની છે. મારી પત્ની એક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેનો પગાર મારા કરતા વધુ છે. તેણે મને ક્યારેય નથી જણાવ્યું કે તેનો પગાર કેટલો છે. જ્યારે મેં જાણવાનો પ્રયત્ન કર્યો તો તેણે મને કહી દીધુ કે કોઈને સેલેરી પૂછવી ખોટી આદત છે.

ત્યારબાદ તેણે મને કહ્યું કે, લગ્ન બાદ પત્નીના ખર્ચા ઉઠાવવાની જવાબદારી પતિની હોય છે. મારા પિતા રિટાયર્ડ થઈ ચુક્યા છે અને મારી બહેન હાલ મેડિકલનો અભ્યાસ કરી રહી છે. આવી પરિસ્થિતિ હોવા છતા મારી પત્નીને મારા પોતાના પરિવારને આર્થિકરીતે સપોર્ટ કરવાનું પસંદ નથી. મારી પત્નીએ મને કહી દીધુ કે તે ઘર સાથે સંકળાયેલા કોઈપણ પ્રકારના ખર્ચાઓમાં પોતાના પૈસા નહીં આપશે. તે ઈચ્છે છે કે હું એકલો એ બધુ મેનેજ કરું. આર્થિક મામલો અમારી વચ્ચે અંતર અને ઝઘડાનું કારણ બની રહ્યો છે. આ મુદ્દાને હટાવી દેવામાં આવે તો અમારા બંનેનો સ્વભાવ અને પસંદ એકબીજાને ખૂબ જ અનુકૂળ છે. પ્લીઝ મને જણાવો કે હું કઈ રીતે મારી પત્નીને સમજાવું. શું તેની પાસેથી આર્થિક જવાબદારીને શેર કરવાની આશા રાખવી એ ખોટી વાત છે?

જવાબઃ આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, હું સમજી શકું છું કે તમને આ સ્થિતિ શા માટે હેરાન કરી રહી છે. તે તમારા કરતા વધુ કમાય છે છતા પણ તમારી પાસે જ પોતાના અને અન્ય તમામ ખર્ચાઓ ઉઠાવવાની આશા રાખે છે. મને લાગે છે કે, પૈસા ખર્ચવાને લઈને તમારો બંનેનો દ્રષ્ટિકોણ ખૂબ જ અલગ છે. આ મુદ્દા પર પત્નીની સાથે અસહમત હોવું ખૂબ જ નેચરલ છે. તેની પાસેથી આર્થિક જવાબદારીમાં સહયોગની આશા કરવી ખોટું નથી, પરંતુ તમે જે રીતે અનુભવી રહ્યા છો, તે યોગ્ય નથી.

લગ્નમાં પૈસા સાથે સંકળાયેલા મામલાઓ પર વાત કરવી ખૂબ જ સેન્સિટિવ ટોપિક હોઈ શકે છે. તેને ખૂબ જ શાંતિ અને સન્માનની સાથે હેન્ડલ કરીને પત્ની સાથે વાત કરો. તેને પોતાની જવાબદારી અને મુશ્કેલી વિશે સમજાવો. સાથે જ તેના બેકગ્રાઉન્ડને સમજવાનો પ્રયત્ન કરો, જેથી તમને ખબર પડી શકે કે તે આર્થિક મામલાઓને લઈને કયા પ્રકારનું વલણ ધરાવે છે? આ વાતચીત કોઈ પણ પ્રકારે નોર્મલ નહીં હશે, પરંતુ ધ્યાન રાખવું કે તમારે શાંતિ અને ધૈર્ય જાળવી રાખવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp