સુરતમાં પતિ પોતાની પત્નીને વારંવાર ઘરેથી નીકળી જવા કહેતો પછી...

PC: thefinancialexpress.com

તા.13 જુલાઈના રોજ સુરતના પુણા વિસ્તારમાંથી અભયમ મહિલા 181ની ટીમને પતિના ત્રાસથી કંટાળેલી એક પીડીત મહિલાનો કોલ આવ્યો હતો. જેમાં તેણે પોતાના પતિ સાથે વારંવાર થતા ઝઘડા અને આત્મહત્યાની ધમકીઓ વિશે જણાવ્યું હતું જેથી અભયમની ટીમ તાત્કાલિક તેના ઘરે પહોચી હતી.

પીડિતા સાથે વાત કરતા તેને વધુમાં જાણવા મળ્યું હતું કે, તેણીનો પતિ પર સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે. જેના લીધે ઘરમાં વારંવાર ઝઘડો કરી તેને ઘરમાંથી નીકળી જવા કહે છે. ગઈકાલે પણ તેનો પતિ સાથે ઝઘડો થયો હતો અને ફરીથી તેણીને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતુ. પીડિતાએ આ અંગે પોતાની સાસુને જણાવતા સાસુએ પણ તેના દીકરાને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યાં હતા અને પોતે આપઘાત કરી લેશે તેવી ઘમકી આપી હતી. પરિણીતા કંટાળીને ઘરેથી નીકળી ગઈ અને આખી રાત સગાના ઘરે રોકાઈ હતી. આમ સમગ્ર ઘટનાની જાણ થતા અભયમ મહિલા ટીમ તાત્કાલિક પીડિતા સાથે તેના ઘરે પહોચી હતી. જ્યાં પીડિત મહિલાના પતિને અન્ય સ્ત્રીના સંબંધને લઈને પોતાની પત્ની સાથે ખોટું વર્તન ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કાયદાકીય માહિતી આપીને પતીને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું.

આમ, મહિલાના પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને પત્નીને ઘરે પરત બોલાવી હતી. આ સાથે જ તેણે બાંહેધરી આપી હતી કે હવે ક્યારેય પણ તે પોતાની પત્નીને હેરાન નહી કરશે અને આત્મહત્યાની ધમકીઓ નહિ આપે. આમ ફરીએક વાર અભયમ મહિલા હેલ્પ ટીમની સમજાવટે એક પરિણીતાનો ઘર સંસાર તૂટતા બચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp