ગુજરાતનું એક આદિવાસી ગામ જ્યા લીવ ઇન રિલેશનશીપ સાવ સામાન્ય વાત છે

PC: toiimg.com

ગુજરાતના સાબરકાંઠાના પોશીના તાલુકા સ્થિત લંબડિયામાં જ્યારે ગમનાભાઈ સોલંકીએ બંજરી દેવી પાસે 30 મેના રોજ લગ્ન માટે હાથ માગ્યો ત્યારે તેમની સાથે દીકરા-દીકરીઓ અને પૌત્ર-પૌત્રી પણ હતા. આ લગ્ન સામાન્ય લગ્નથી એકદમ અલગ હતું. ગમનાભાઈની ઉંમર 75 વર્ષ છે અને બંજરી દેવી 72 વર્ષના છે. આ બન્નેએ બાળકો થવાના લગભગ પાંચ દાયકા બાદ લગ્ન કર્યા છે. આ જ નહીં, ખાસ વાત તો એ છે કે આ અત્યાર સુધી 'લીવ-ઇન' રિલેશનશીપમાં એક જ ગામમાં રહેતા હતા.

 લીવ-ઇન રિલેશનશીપ શહેરોમાં તો સામાન્ય વાત છે પરંતુ ડુંગરી ગરીસિયા ભીલ આદિવાસી સમુદાયમાં આ જીવન જીવવાની એક રીત છે. લગ્નને અહીં  સામાજિક જીવનનો એક ભાગ ગણવામાં આવે છે. લીવ-ઇન દરમિયાન સમુદાયના લોકો સાથે રહેવું, બાળકોને જન્મ આપવું ખોટું નથી માનતા. બન્ને કુટુંબોની આશીર્વાદ સાથે દાયકા પછી લગ્ન કરવામાં આવે છે. રણજીત સોલંકી ગમનાભાઇનો સૌથી મોટો દીકરો છે જેને એક દીકરી અને ત્રણ દીકરીઓ છે.  તે કહે છે કે તેના ચાર ભાઈ અને બે બહેનો છે.

રણજીત કહે છે કે, મારા માતા-પિતા સમાજના મેળામાં મળ્યાં  જે પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે, તેઓ એકબીજાને પસંદ કરતા હતા અને તેમને સાથે રહેવાની શરૂઆત કરી. તેમણે કહ્યું, 'લગ્નમાં ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચ થાય છે. સમુદાયના મોટાભાગના લોકો ખેતરોમાં મજૂરી કામ કરે છે, આવામાં આટલી મોટી રકમ ભેગી કરવામાં સમય નીકળી જાય છે. તેના કારણે પૈસા બચાવવા માટે ઘણા વર્ષો લાગે છે. પૈસા ભેગા કર્યા પછી જ લોકોના ભોજનની વ્યવસ્થા અને રીતિ-રિવાજ સમાપ્ત થાય છે.

પોશિના નજીકના કલસવાડમાં સ્થાનિક વેજલીભાઇ ખેર પોતાની દુલ્હાના પોશાકમાં જોઇને ખુશ છે. તેમના સાત બાળકો છે. જયોત્સના (16), કોકિલા (15), સંગીતા (11), શાયરી (10), ડૉલી (10), રણદેવી (5), આદિત્યનાથ (3) અને છ મહિનાનો રુદ્રાક્ષ. 37 વર્ષીય વેજલીભાઇ ખેરનું લગ્ન 36 વર્ષનું જાનકીબેન સાથે 30મેના રોજ થયાં જે 19 વર્ષથી એકબીજા સાથે લીવ ઇનમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp