શું સેક્સની લત ખરેખર એક બીમારી છે?

PC: rehabs.com

આપણા સમાજમાં સેક્સ એક ટોપિક છે, જેના વિશે આજે પણ ખુલીને વાત કરવામાં નથી આવતી. જેને કારણે લોકો તેને લગતી બીમારીઓથી પીડાયા કરતા હોય છે. સાથે જ સેક્સની લત વિશે વિશેષજ્ઞોના વિચારો પણ એકબીજા સાથે મળતા નથી આવતા. સેક્સની લતને કેટલાક વિશેષજ્ઞો બીમારી માને છે, તો કેટલાક તેને બીમારી નથી માનતા.

સેક્સની લત હાલ બીમારી નથી અને આથી હાલ કેટલા લોકો તેને લઈને ડૉક્ટરની સલાહ લે છે, તેનો આધિકારીક આંકડો ઉપલબ્ધ નથી. પોર્ન અને સેક્સની લત સામે ઝઝૂમી રહેલા લોકોની મદદ માટે વિકસિત કરવામાં આવેલી એક વેબસાઈટે બ્રિટનમાં 21000 લોકો પર સર્વે કર્યો. આ લોકોએ વર્ષ 2013 બાદથી વેબસાઈટનો મદદ માટે સંપર્ક કર્યો હતો. તેમાંથી 91% પુરુષો હતા અને માત્ર 10%એ જ પોતાની મુશ્કેલી માટે ડૉક્ટરની સલાહ લીધી હતી.

એક સંશોધન અનુસાર, સેક્સની લતનો શિકાર કોઈ વ્યક્તિ જ્યારે પોર્ન જુએ છે, તો તેના મગજમાં એવી ગતિવિધીઓ થાય છે, જેવી નશાની લતનો શિકાર વ્યક્તિના મગજમાં ડ્રગ્સ જોયા બાદ થાય છે. કોઈ વ્યક્તિને સેક્સની લત છે કે, નહીં- તે એ વાત પર નિર્ભર કરે છે કે, તમે કઈ વસ્તુને લત ગણો છો, કારણ કે તેની કોઈ નિર્ધારિત વ્યાખ્યા નથી.

ઘણા લોકો એ વાતનો સ્વીકાર નથી કરતા કે, સેક્સની લત એક વાસ્તવિક બીમારી છે. આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, સેક્સ અથવા હસ્તમૈથુનને આલ્કોહોલ અથવા ડ્રગ્સની સમાન ગણવું યોગ્ય નથી. કારણ કે, આલ્કોહોલની લતના શિકાર લોકો તે છોડવાને કારણે મરી પણ શકે છે. જ્યારે, સેક્સની લતની ધારણા સ્વસ્થ યૌન સંબંધ શું છે, તેની સાથે સંકળાયેલા નૈતિક મૂલ્યો પર આધારિત છે.

જો તમે તમારા થેરાપિસ્ટની સમજ અથવા ધારણા કરતા અલગરીતે સેક્સ કરી રહ્યા હો, તો તમે તેની નજરમાં સેક્સના લતના શિકાર હોઈ શકો છો. આમ, સેક્સ લત છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ તારણ નીકળી શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp