પ્રેમિકા જોડે બેવફાઈ ગુનો ન કહેવાયઃ હાઈકોર્ટ

PC: deccanherald.com

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, શારીરિક સંબંધો હોવા છતાં પ્રેમિકા જોડે બેવફાઈ કરવી ભલે કેટલું પણ ખરાબ લાગે, પણ તે ગુનો નથી. અદાલતે આગળ કહ્યું કે, શારીરિક સંમતિ પર ના નો મતલબ ના થી આગળ વધીને હવે હાં નો મતલબ હાં સુધી વ્યાપક રીતે સ્વીકાર્ય થયો છે.

અદાલતે આ નિર્ણય દુષ્કર્મ મામલામાં એક વ્યક્તિને છોડવાના નિર્ણયને કાયમ રાખીને લીધો છે. જેના વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મનો મામલો નોંધાવ્યો હતો. જેની સાથે તે વ્યક્તિએ લગ્નનો વાયદો કર્યો હતો.

અદાલતે આ મામલામાં પોલીસની અપીલને નકારીને કહ્યું કે, આ મામલામાં વ્યક્તિને છોડવાના નીચલી અલાલતના નિર્ણયમાં કોઈ ખામી નથી.

અદાલતે કહ્યું, પ્રેમીની બેવફાઈ, ભલે અમુક લોકોને જેટલી પણ ખોટી અને ખરાબ લાગે, પરંતુ ભારતીય દંડ સંહિતા અનુસાર તે દંડનીય ગુનો છે જ નહિ. બે પુખ્ચ વયના વ્યક્તિઓ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બનાવે છે. જે ગુનો નથી.

હાઈકોર્ટે કહ્યું કે, મહિલાએ લગ્નના વાયદાનું પ્રલોભનનો સ્વીકાર કરી શારીરિક સંબંધ બનાવવાના આરોપોનો ઉપયોગ માત્ર આરોપીની સાથે શારીરિક સંબંધને સાચા ઠરાવવા માટે નહિ બલ્કે FIR નોંધાયા પછી તેના આચરણને ઉચિત ગણાવવા માટે કર્યો. તેણે આંતરિક તબીબી તપાસ કરાવવાની પણ ના પાડી દીધી.

જજે કહ્યું, શારીરિક સંબંધ પર સંમતિ પર ના નો મતલબ ના થી આગળ વધીને હવે હાં નો મતલબ હાં સુધી વ્યાપક રીતે સ્વીકાર્ય થયો છે. માટે શારીરિક સંબંધ સ્થાપિત કરવા માટે જ્યાં સુધી સકારાત્મક અને સ્વૈચ્છિક સંમતિ ન હોય, તો એ ગુનો કહેવાય છે.

હાઈકોર્ટે કહ્યું કે, મહિલાનો દાવો છે કે, તેની સંમતિ સ્વૈચ્છિક નહોતી. પણ લગ્નના વાયદાનું પ્રલોભન આપી સંમતિ હાંસલ કરવામાં આવી હતી.

અદાલતે કહ્યું કે, પહેલીવાર આરોપ લગાવ્યા પછીના 3 મહિના બાદ, મહિલા 2016માં આરોપીની સાથે સ્વૈચ્છિક રીતે તે હોટલમાં ગઈ હતી. અને એ વાતમાં કોઈ દમ નથી કે તેણે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp