કઇ ઊંમરથી બાળકોને અલગ બેડરૂમમાં સુવડાવવા જોઇએ

PC: khabarchhe.com

પ્રશ્ન: મારો બાબો દસ વર્ષનો છે અને કોન્વેન્ટમાં ભણે છે. ફ્લેટમાં હું મારા હસબન્ડ અને બાબો એમ ત્રણ જ જણા રહીએ છીએ. બાબાને અલગ સુવડાવવા અંગે મારા હસબન્ડ સાથે મારે ઘણીવાર મતભેદો ઊભા થાય છે, તો શું કરવું? કઈ ઉંમરથી છોકરાઓ અલગ બેડરૂમમાં સુવડાવવાં જોઈએ?

ઉત્તર: આ અંગે જડ નીતિનિયમો કે ધારાધોરણો નથી, પરંતુ આટલા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ : (1) દસ વર્ષની ઉંમર એ નાની ઉંમર નથી. આથી જો વ્યવસ્થા હોય તો બાળકને અલગ સુવડાવવામાં કશો વાંધો નથી. (2) બાળકોની હાજરીમાં કામક્રીડાઓ કરવી ઉચિત નથી, કારણકે આવા આકસ્મિક દ્રષ્ટિપાતથી બાળકો હતપ્રભ, ચિંતિત થઈ જતા હોવાનું ય સંભવી શકે છે. (3) વળી બાળકો સૂતાં હોય તો ય મુશ્કેલી થઈ શકે છે. કેમકે પતિપત્નીનું ધ્યાન જો 'બાળકો જાગી જાય તો !’ -એમાં ને એમાં જ રહેવાનું હોય તો એ પૂર્ણ, નિર્બળ, કામચેષ્ટાઓની અભિવ્યક્તિમાં અંતરાયરૂપ બની રહે છે. (4) વળી દસ વર્ષનું બાળક એમ પણ ચૈતસિક રીતે મા-બાપથી અલગ થઈ ગયું હોય છે. આથી એને અલગ સુવડાવવાથી તમે એને કોઈ નુકશાન નથી પહોંચાડી રહ્યા. (5) એકદમ બાળકને અલગ કરવાને બદલે ધીમે ધીમે કરો. (6) અલગ સૂતેલું બાળક તમારા (ડેડી-મમ્મી) વિષે શું વિચારશે એવી ખોટી ચિંતામાં પડવાની જરૂર નથી. આવનાર બે-ત્રણ વર્ષમાં આમ પણ બાળક તરુણ બનનાર છે અને એને પોતાના જાતીય આવેગોને વ્યકત, નિયંત્રિત કરવાની જરૂર પડવાની છે. (7) અપવાદરૂપે બીમાર બાળક, અપંગ બાળક, જ્યાં અલગ સુવાની વ્યવસ્થા ના હોય તેવો ઘર....વગેરે કિસ્સામાં તરુણ વય સુધી બાળકને મા-બાપ સાથે સુવડાવવાની સલાહ આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp