સંભોગ પછી તરત પેશાબ કરવાથી કોઇ ફાયદો કે નુકસાન ખરો

PC: khabarchhe.com

પ્રશ્ન: સંભોગ કર્યા બાદ તરત પેશાબ કરી શકાય કે કેમ? તેનાથી કોઈ ફાયદો કે નુકસાન ખરાં?

ઉત્તર: સમાગમ બાદ પેશાબ કરવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. પુરુષોમાં મૂત્રમાર્ગ અને વીર્યમાર્ગ શરૂઆતમાં અલગ અલગ હોય છે. (શરીરના અંદરના ભાગમાં) પણ શિશ્નમાં મૂત્રમાર્ગ અને વીર્યમાર્ગ એક નથી. પરંતુ જનનાંગોના પ્રવેશદ્વાર આગળ બે છિદ્રો જોવા મળે છે. જેમાંનું નીચે તરફ આવેલું મોટું છિદ્ર યોનિમાર્ગનું પ્રવેશદ્વાર છે. આ એ માર્ગ છે જે ગર્ભાશય સુધી જાય છે. અને જે સમાગમ, માસિકસ્રાવ તથા પ્રસૂતિ દરમિયાન નવજાત શિશુના બહાર આવવાના સમયે પ્રવુત્ત બને છે. યોનિમાર્ગની ઉપર તરફ આવેલું અતિશય નાનું છિદ્ર મૂત્રમાર્ગનું પ્રવેશદ્વાર છે. આ માર્ગને સમાગમ સાથે કશી લેવાદેવા નથી. આથી સ્ત્રી જો સમાગમ બાદ પેશાબ કરે તો એમાં કશું વાંધાજનક નથી. એમાં કશો ફાયદો કે, ગેરફાયદો પણ નથી. કેમ કે એમ કરવાથી ગર્ભધાન થતું અટકાવી શકાશે એવું ધારવું નહીં.

પુરુષમાં ક્યારેક સમાગમ પછી યા વીર્ય સ્ખલન પછી તરત પેશાબ કરવાથી સહેજ બળતરા થઈ શકે છે, જે વીર્ય અને પેશાબની આમ્લતા અલગ હોવાથી બની શકે છે, જે વીર્ય અને પેશાબની આમ્લતા અલગ હોવાથી બની શકે છે. એ સિવાય આમ કરવામાં કશું વાંધાજનક કે ફાયદાકારક નથી. સંતતિ નિયમન ઇચ્છતા કેટલાંક દંપતી સમાગમ કર્યા બાદ ગર્ભ ન રહી જાય તે માટે અન્ય રસ્તાઓ અપનાવવાને બદલે કેવળ સ્ખલન બાદ પેશાબ કરી દઈ સંતોષ માને છે. જેમ કરવું સલાહભર્યું અને સલામત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp