26th January selfie contest
BazarBit

પતિએ પત્નીની જાણ બહાર અંગત પળોની વીડિયો ક્લિપ બનાવી અને પછી...

એક સ્ત્રીએ કોઈ કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતી, સ્ત્રીની સારવાર પછી તેને જયારે ડોક્ટરની પાસે લઇ જવામાં આવી ત્યારે ડોક્ટરે મહિલાનાં અપ્ગલું ભરવાનું કારણ પૂછતાં તેમને જાણવા મળ્યું હતું કે, પત્ની-પતિ લગ્નના થોડા સમય પછી પતિએ પત્નીની જાણ બહાર એક પોતાની અંગતપળોની એક વીડિયો કલીપ ઉતારી હતી. પતિનો આ કરવા પાછળનો ઈરાદો એવો હતો કે, તે મેરેજ એનીવર્સરીના દિવસે મહીલાને સરપ્રાઈઝ આપશે. એક દિવસ પુરુષથી ભૂલમાં તેના અંગલ કહેવાતા એક મિત્રને આ કલીપ શેર થઇ ગઈ હતી કારણ કે, પુરુષ ટેકનીકલી એટલો એજ્યુકેટેડ નહોતો.

થોડા સમય પછી આ વાતની મિત્ર અને તેની પત્નીને ખબર પડી હતી. મિત્રએ આ વાત છૂપાવી રાખી હતી પરંતુ એક દિવસ મિત્રની પત્નીએ આ વાતની જાણ તે પુરુષની પત્નીને કરી દીધી હતી. આ વાત સાંભળીને પત્નીને એવો આઘાત લાગ્યો કે, મારા સ્કેસ્યુંઅલ એકટને બીજું કોઈ પણ જોઈ ગયું. આ આઘાતથી મહિલા એટલી ટેન્શનમાં આવી ગઈ. આ વાત જાણ્યા પછી મહિલાના મનમાં અલગ અલગ સાવલો ઉઠવા લાગ્યા હતા. તેને તેના પતિ પર શંકા જવા લાગી કે, તેના પતિએ તેની જાણ બહાર આ કામ કર્યું છે અને તેને જાણી જોઈને તેના મિત્રને આ વીડિયો મોકલી આપ્યો હોય.

આ પ્રકારના વિચારમાં સ્ત્રી એટલી બધી અપસેટ થઇ ગઈ હતી કે, પછી તેને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો અને તેને પોઈઝનની બોટલ લાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર સારવાર મહિલાને મળી રહેતા તેનો બચાવ થયો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp