ઘણા દિવસો બાદ સેક્સ કરી રહ્યા હોવ તો આ વાતનું રાખજો ધ્યાન

PC: blogspot.com

આજના આ યુગમાં લોકો પાસે સમયનો ખૂબ અભાવ છે, ત્યારે પતિ-પત્ની પણ એકબીજાને વધુ સમય નથી આપી શકતા, જેને કારણે તેમની સેક્સ લાઇફ પર અસર પડે છે અને તેમની રિલેશનશિપમાં પણ અંતર આવે છે. બાળકોને કારણે પણ ક્યારેક પતિ-પત્નીને એકબીજા માટે સમય નથી મળતો. જ્યારે તમે ઘણા સમય બાદ સેક્સ સંબંધ બાંધી રહ્યા હોવ ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

જ્યારે ઘણા સમય બાદ પતિ-પત્ની વચ્ચે સેક્સ થતો હોય તો ફોર પ્લે ખૂબ જ જરૂરી બની જાય છે. એક્સપર્ટ્સ માને છે કે, આમ કરવાથી બંનેમાં સેક્સ કરવાનો મૂડ બને છે. આનાથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આવું કરવાથી બંને વચ્ચે ઘણા સમયથી ગાયબ ભાવનાત્મક જોડાણ ફરીથી સર્જાય છે.

લાંબા સમય બાદ સેક્સ કરી રહ્યા હોવ ત્યારે એ જરૂરી નથી કે સેક્સ એકદમ પરફેક્ટ થાય. ખાલી એકબીજાને ખુશી આપવી જરૂરી છે. સેક્સ પહેલા પોતાના પાર્ટનર સાથે રોમાન્ટિક વાતો કરવી, તમને મદદરૂપ થઈ શકે છે.

મહિલાઓ પોતાને સુંદર બનાવે. મેનિક્યોર-પેડિક્યોર કરાવે. અમુક સેક્સી નાઇટ ડ્રેસ પણ ખરીદી શકાય છે. જ્યારે તમે બહારથી સુંદર દેખાવ છો, ત્યારે તમે અંદર પણ સારો અનુભવ કરો છો. એક્સપર્ટ્સનું કહેવું છે કે, સેક્સનો મૂડ બનાવવા માટે તમે ડીમલાઇટ, મીણબત્તી અને નવી બેડશીટનો ઉપયોગ કરી શકો છો.

ઘણા દિવસો બાદ સેક્સ કરી રહ્યા હોવ તો જો મહિલાઓ પહેલ કરશે તો તેનાથી પુરુષોને સારું લાગશે અને તેમના ઉત્સાહમાં વધારો થશે. બેડરૂમમાં સેક્સ કરીને તમે કંટાળી ગયા હોવ તો કિચર, કાર અથવા સીડીઓનો પણ પણ સેક્સ કરી શકો છો, તેનાથી નવીનતા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp