આ રીતે બદલો બાળકોની જૂઠું બોલવાની આદત

PC: app.goo.gl

ઘણા માતા-પિતા તેમના બાળકોની એક મહત્ત્વની સમસ્યાનો સામનો કરી રહ્યા હશે અને એ સમસ્યા છે બાળકો દ્વારા છાસવારે બોલાતા જૂઠાણાની. અલબત્ત, હમણાં બાળકો દ્બારા બોલાતું અસત્ય ભલે કોઈકને ક્યુટ લાગતું હોય કે તેનાથી બાળકને કોઈ મોટી હાનિ ન પહોંચતી હોય પરંતુ જો બાળક જૂઠાણાને આદી થઈ ગયું તો ભવિષ્યમાં તેણે મોટી અને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ માટે પૅરેન્ટ્સે અત્યારથી જ સતર્ક થઈ જવું જોઈએ અને કેટલાક પગલાં લેવા જોઈએ, જેથી નાનાં બાળકો જૂઠું બોલવાનું બંધ કરે. આ માટે સૌથી મોટી બાબત તો એ છે કે બાળકો દ્વારા બોલાતા સાવ નાનાં જૂઠાણાને અવગણવા ન જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે માતા-પિતા ખુશ કરવા માટે કે તેમને લાડકા થવા માટે બાળકો જૂઠું બોલતા હોય છે. માતા-પિતાને પણ કાલીઘેલી ભાષામાં બોલાતું એ જૂઠ વહાલું લાગતું હોય છે, પરંતુ એવું ન કરતા માતા-પિતાએ સંતાનોને પ્રેમથી સમજાવવા જોઈએ અને એવું જૂઠ ન બોલવા બાળકોને સમજાવવા જોઈએ.

આ માટે માતા-પિતાએ તેમને સમજાવવું જોઈએ કે જો બાળકો જૂઠું બોલશે તો જ માતા-પિતા તમને પ્રેમ કરશે કે સાચું બોલશો તો તમને વઢશે એવું કશું નથી હોતું. તેઓ હરહાલમાં બાળકોને પ્રેમ કરે છે એવું બાળકોને સમજાશે એટલે તેઓ જૂઠું બોલતા બંધ થઈ જશે.

બીજી મહત્ત્વની બાબત એ કે જો બાળક સાચું કહીને તેની અસફળતા કે તેનાથી થયેલી ભૂલોને તમારી આગળ વ્યક્ત કરે તો તમે એને અત્યંત પોઝિટિવલી લો અને તેને વઢવા કે મારવાની જગ્યાએ સાચું બોલવા માટે તેને શાબાશી આપો. માતા-પિતા જ્યારે તેમના સંતાનો પાસે વધુ પડતી અપેક્ષા રાખે છે ત્યારે પણ સંતાનો માતા-પિતાને સારું લગાડવા ખોટું બોલતા હોય છે. એથી બાળકો પર તમારી અપેક્ષાઓ ન થોપો અને તેમની ક્ષમતાઓને સ્વીકારીને તેને પ્રોત્સાહિત કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp