છોકરીએ પોતાની સાથે લગ્ન કરી લીધા, પોતે સિંદૂર પૂરી, દુલ્હા વગર લીધા 7 ફેરા

PC: khabarchhe.com

ગુજરાતની ક્ષમા બિંદુએ બુધવારે પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે. સાંભળીને થોડું અજીબ લાગ્યુંને કે કોઈ કેવી રીતે પોતાની જાત સાથે લગ્ન કરી શકે તેમ છે. પરંતુ આ વાત એકદમ સાચી છે. ક્ષમાએ પહેલા 11 જૂનના રોજ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ અંગેનો વિવાદ વધતા તેણે નક્કી કરેલી તારીખના 3 દિવસ પહેલા જ જાત સાથે લગ્ન કરી લીધા છે.

બિંદુએ આખરે પોતાની સાથે કરેલી પ્રોમિસ નિભાવી અને લગ્નના ખાસ કાર્યક્રમમાં વૈવાહિક બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન દરમિયાન પીઠી, મેહંદી જેવી બધી વિધિઓ કરવામાં આવી હતી અને તેણે સાત ફેરા પણ ફર્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kshama Bindu (@kshamachy)

વડોદરાના ગોત્રામાં આવેલા પોતાના ઘરમાં જ ક્ષમાએ સંપૂર્ણ રીત રિવાજો સાથે લગ્ન કર્યા છે. જોકે આ લગ્નમાં ન તો વરરાજા હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાંક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ રીતના પહેલા લગ્ન છે. ક્ષમાએ પહેલા 11 જૂનના રોજ પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તેના ઘરે લોકોની સતત ભીડ જોવા મળી રહી હતી.

 તેને લઈને પડોશીઓએ પોતાનો વિરોધ જતાવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે, ક્ષમાએ કહ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેને ડર હતો કે 11 જૂનના રોજ તેના ઘરે આવીને કોઈ વિવાદ ઊભો ના કરે.

 
 
 
View this post on Instagram

A post shared by Kshama Bindu (@kshamachy)

ક્ષમાએ કહ્યું કે તે પોતાનો આ સ્પેશિયલ દિવસ બરબાદ કરવા ઈચ્છતી ન હતી, આથી તેણે બુધવારે લગ્ન કરી લીધા હતા. ક્ષમા પહેલા મંદિરમાં લગ્ન કરવાની હતી પરંતુ પોતાની જાત સાથે લગ્ન કરવાના નિર્ણયથી લોકો ઘણા ખુશ ન હતા અને તેને મંદિરમાં લગ્ન કરવાની પરવાનગી ન આપતા તેણે પોતાના ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

તેના લગ્નનો વિરોધ થતા કોઈ પણ પંડિતે તેના લગ્નમાં આવવાની ના પાડી દીધી હતી. જેના પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને પોતાની લગ્નની વિધો પૂરી કરી હતી. ક્ષમાના પોતાની સાથે લગ્ન કરવાના નિર્ણયમાં તેના માતા પિતા અને મિત્રોએ સંપૂર્ણ સાથ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp