15 વર્ષની યુવતીએ HIV પ્રેમી સાથે વફાદારી સાબિત કરવા ઉઠાવ્યું આ ખતરનાક પગલું

PC: kholdoradio.com

આપણે ઘણી વખત સાંભળ્યું છે કે,  Love Is Blind મતલબ કે પ્રેમ આંધળો છે. આસામથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેની પરથી તમે કહી શકો કે ખરેખર પ્રેમ આંધળો છે. 10માં ધોરણમાં ભણતી અને માત્ર 15 વર્ષની પ્રેમમાં પાગલ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે એવું પગલું ભર્યું છે જેની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. ફેસબુક પર મિત્ર બનેલો યુવાન HIV પોઝિટિવ હતો એ વાતની કિશોરીને જાણ થતા, તેણીએ પોતાને પણ HIV લોહીથી ઇંજેક્ટ કરી લીધી, માત્ર એટલા માટે કે બંનેને કોઇ અલગ ન કરી શકે અને પોતાની વફાદારી સાબિત કરવા કિશોરીએ પાગલપનની હદ વટાવી દીધી.

આસામમાં એક યુવતીએ પોતાના પ્રેમને સાબિત કરવા માટે ખતરનાક પગલું ભર્યું છે. અહીંના કામરૂપ જિલ્લાની એક 15 વર્ષની યુવતીએ HIV પોઝિટિવ પ્રેમીનું લોહીનું પોતાના શરીરમાં સેલ્ફ ઈન્જેક્શન લગાવ્યું, જેના કારણે યુવતી પણ આ ખતરનાક બીમારીથી સંક્રમિત થઈ ગઈ છે. તે તેના બોયફ્રેન્ડને પ્રેમ કરે છે તે સાબિત કરવા માટે યુવતીએ આ જીવલેણ પગલું ભર્યું હતું. ગુવાહાટીથી 30 કિમી પશ્ચિમે આવેલા સુલકુચી ગામની રહેવાસી છોકરી, સ્થાનિક હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેના બોયફ્રેન્ડને જેલમાંથી મુક્ત કરવા માટે અપીલ કરવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મળવાનો પ્રયાસ કરી રહી છે. સુલકુચી પોલીસે યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

જ્યારે સ્થાનિક મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે યુવતીએ કબૂલાત કરી હતી કે, તેણે HIV સંક્રમિત પ્રેમીનું લોહી તેના શરીરમાં ઇન્જેક્ટ કર્યું હતું જેથી કરીને કોઇ તેને અલગ કરવા દબાણ ન કરી શકે. તેના જેલમાં ગયેલા બોયફ્રેન્ડને નિર્દોષ ગણાવતા યુવતીએ સ્થાનિક મીડિયાને એમ પણ કહ્યું કે, તે ભૂતકાળમાં તેના બોયફ્રેન્ડ સાથે ત્રણ વખત ભાગી ગઈ હતી. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે, કિશોરી પણ HIV વાયરસથી સંક્રમિત છે.

મળતી માહિતી મુજબ, યુવતી સુલકુચીની રહેવાસી છે અને તેની ઉંમર 15 વર્ષની છે. ફેસબુક દ્વારા યુવતીની ઓળખ સાતડોલા, હાજોના એક છોકરા સાથે થઈ હતી. બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી અફેર ચાલી રહ્યું છે. દરમિયાન, યુવતીને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ HIP પોઝિટિવ છે.

આ કિશોરીએ કરેલા ગાંડપણની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે અને યૂઝર્સ જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp