26th January selfie contest

મહામારીના તણાવમાં મોટાભાગના સિંગલ પુરુષોમાં સેક્સની ઈચ્છા ઓછી થઈઃ સ્ટડી

PC: healthline.com

કોવિડ મહામારીએ જીવનના દરેક પહેલુને પ્રભાવિત કર્યા છે. ઘણી એવી વસ્તુઓ છે, જેને અસ્ત વ્યસ્ત કરી દીધું છે. કોવિડના કારણે લોકોની શારીરિક અને માનસિક સ્થિતિ પર ઘણી ખરાબ અસર પડી છે. હવે એક નવી સ્ટડીમાં આ વાત સામે આવી છે કે મહામારીના કારણે સિંગલ પુરુષોની યૌન ઈચ્છામાં પણ ઘણો ફરક પડી ગયો છે. આ મહામારીના કારણે સિંગલ પુરુષોની યૌન ઈચ્છા ઘણી ઓછી થઈ ગઈ છે.

ન્યૂયોર્ક પોસ્ટની ખબર પ્રમાણે, ડેટિંગ સાઈટ મેચમાં આ સ્ટડી પ્રકાશિત થઈ છે. આ અધ્યયનમાં સામેલ થનારા 81 ટકા સિંગલ પુરુષોએ કહ્યું કે તેમના માટે હવે સેક્સ પહેલાથી ઘણું ઓછું મહત્ત્વ રાખે છે. મેચના ચીફ સાયન્ટીસ્ટ જસ્ટીન ગ્રેસિયાએ કહ્યું કે પુરુષોમાં કામેચ્છાની ઈચ્છા ઓછી થઈ જવી એ વાત તરફ ઈશારો કરે છે કે કોવિડના કારણે લોકોની લાઈફ, સામાજિક અને માનસિક સ્થિતિઓ પર ઘણી ખરાબ અસર પડી છે.તેમણે એ પણ કહ્યું છે કે તમારામાં જે સેક્સની ચાહત છે તે બીજામાં પણ હોય તેવું જરૂરી નથી કારણ કે કોવિડ બધુ બદલી નાખ્યું છે.

ગ્રેસિયાએ કહ્યું છે કે આપણા બધામાં ડોપામાઈનનું સ્તર ઘણું ઓછું થઈ ગયું છે, જેના કારણે આપણે તણાવ અને ચિંતામાં ચાલ્યા ગયા છે. બીજી તરફ આ બધા કારણોના લીધે ટેસ્ટોરેનનું સ્તર પણ નીચે આવી ગયું છે. તેવામાં સેક્સહવે એટલું મહત્ત્વપૂર્ણ નથી રહ્યું જેટલું પહેલા હતું. ગ્રેસિયાએ કહ્યું કે તમને જેટલો સંબંધ બનાવવાનો અવસર મળશે તેટલી જ તમારી ચાહત વધારે હોય છે. તેવી જ રીતે તમે જેટલા ઓછા સંબંધ બનાવશો એટલી તમારી યૌન સંબંધ બનાવવાની ચાહત પણ ઓછી થતી જશે. અસલમાં સિંગલ પુરુષો મહામારી દરમિયાન ઘણા ઓછા યૌન સંબંધો બનાવી રહ્યા હતા અને મોટાભાગના તણાવમાં હતા, આથી હવે તેમના જીવનમાં સેક્સનું મહત્ત્વ ઘણું ઓછું થઈ ગયું છે.

ગ્રેસિયાએ કહ્યું કે તેનો મતલબ એ સહેજ પણ નથી કે સિંગલ પુરુષોમાં હવે સેક્સ કરવાની ભાવના એકદમ ખતમ થઈ ગઈ હોય પરંતુ તેમણે પરિસ્થિતિ સાથે માની લીધું છે અને હવે તેમની પ્રાથમિકતા બીજી વસ્તુઓમાં વધી ગઈ છે. તેમણે કહ્યું છે કે કોવિડ પછી સૌથી મોટો બગલાવ એ આવ્યો છે કે હવે સિંગલ પુરુશ રિલેશનશીપને સેક્સ કરતા વધારે મહત્ત્વ આપવા લાગ્યો છે. સ્ટડીમાં એ પણ જોવામાં આવ્યું કે માત્ર 11 ટકા પુરુષો જ કેઝ્યુઅલ સેક્સ કરવાની ઈચ્છા ધરાવે છે, જ્યારે મોટાભાગના લોકો હવે માત્ર એક ડેટ પર વિશ્વાસ કરવા નથી માંગતા પરંતુ ઘણી ડેટ્સ કર્યા પછી એ જાણવા ઈચ્છે છે કે ભાવનાત્મક રીતે તેમની સાથએ કોણ જોડાઈ શકે છે. સ્ટડીમાં એ પણ જાણવામાં આવ્યું છે કે મોટાભાગના પુરુષોએ મહામારી દરમિયાન યૌન સંબંધ બનાવવાને બદલે પોતાની પસંદને બદલી નાખી અને અન્ય કામમાં પોતાને લગાડી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp