પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ પત્ની પર ગુજારતો હતો ત્રાસ, પત્નીએ ભર્યું આ પગલું...

PC: bestsampleresume.com

અમદાવાદમાં ફરી એક વાર પતિ પરિણીતા ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિની પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઈચ્છા હોવાના કારણે તે પરિણીતા પર ત્રાસ ગુજારીને પરિણીતાને છુટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પતિ પર કડક કાર્યવાહી ન કરવામાં આવતા પરિણીતા કલેકટર કચેરીની બહાર આત્મવિલોપન કરવા માટે પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા પરિણીતાની અટકાયત કરવામાં આવી હતી.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક પતિ પરિણીતા પર છુટાછેડા લેવા માટે ત્રાસ ગુજારતો હતો. કારણ કે, પતિ જે શાળામાં નોકરી કરતો હતો. તે શાળામાં નોકરી કરતી અન્ય શિક્ષિકા સાથે તેને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી પતિ પ્રેમિકા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, જેના કારણે તે છૂટાછેડા લેવા માટે પરિણીતા પર અવાર નવાર ત્રાસ ગુજારતો હતો.

પતિના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ પતિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા કંટાળેલી પરિણીતાએ કલેક્ટર ઓફિસની બહાર આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. જેના કારણે તે કલેક્ટર ઓફિસ પર આત્મવિલોપન કરવા પહોંચી ત્યારે પરિણીતાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પતિ સામે ફરીથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાણીપ પોલીસ સ્ટેશનમાંથી વર્દી આવતા પોલીસ તાત્કાલિક કલેક્ટર ઓફિસ ગયેલી. જ્યાં મહિલાને રામોલ પોલીસ સ્ટેશન લાવીને અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. પતિ મહિલાને છૂટાછેડા લેવા માટે ફોર્સ કરતો હતો. જેના કારણે તેણે આ કામ કર્યું છે.

પરિણીતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પતિનું 12-13 વર્ષથી અફેર ચાલે છે. કેટલી વખત મેં કોશીસ કરી કે, રોકાઈ જાવ પણ નથી માનતા. મને હવે એમ જ કહે છે કે, છૂટાછેડા આપી દે. પણ હું છૂટાછેડા આપવા નથી માગતી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે, મારા પતિ સુધરી જાય અને મારી સાથે રહે.

ઉલ્લેખનીય છે કે, મહિલાના પતિના ઘણા ભાજપના નેતાઓ અને મંત્રીઓ સાથે પણ ફોટા જોવા મળી આવ્યા છે. અમુક ફોટાઓમાં પતિએ ભાજપનો ખેસ ગાળામાં નાંખ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp