5 વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી બાપ પોતે લટકી ગયો, વીડિયો બનાવી આપતો ગયો કારણ

PC: indiatoday.in

એવું કહેવાય છે કે દીકરી એટલે વ્હાલનો દરીયો,દીકરી એટલે જીવનમાં ખુશીઓની સુંગધ,દીકરી એટલે દિલનો ધબકાર. કોઇ પણ પિતા હોય તો તે ભુલથી પણ પોતાની દીકરીને ટપલી મારી દે તો દુખી દુખી થઇ જાય, પરંતુ આંધ્રપ્રદેશના એક નિષ્ઠુર, નરાધમ, દુષ્ટ પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે જે કર્યુ તે સાંભળીને તમે હચમચી જશો. તમારા રૂંવાળા ઉભા થઇ જશે.તમે ચોકકસ આ પિતા સામે આક્રોશ અને ગાળ વરસાવશો.આંધ્રપ્રદેશમાં એક પિતાએ પોતાની 5 વર્ષની માસુમ દીકરીની હત્યા કરીને બાથરૂમમાં લટકાવી દીધી. પછી પોતે પણ રૂમમાં પંખા પર લટકી ગયો.આ નરાધમે આપઘાત કરતા પહેલાં વીડીયો બનાવ્યો હતો જેમાં દીકરીની હત્યાનું કારણ આપતા કહે છે કે છુટાછેડા પછી પત્ની દીકરીની કસ્ટડી નહોતી આપતી એટલે આ પગલુ ભર્યુ છે.આ નરાધમનો દીકરીનું  ગળું દબાવવાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે?

આંધ્રપ્રદેશના ચિતુર જિલ્લામાં રહેતા ગણેશ નામના વ્યકિતએ શુક્રવારે પોતાની 5 વર્ષની દીકરીની પહેલાં હત્યા કરી અને પછી રૂમમાં જઇને પંખા પર લટકી ગયો.ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રૂમની તપાસ કરી તો એક ગણેશના મોબાઇલમાં એક સેલ્ફી વિડીયો મળી આવ્યો હતો.વિડીયોમાં ગણેશ કહી રહ્યો હતો કે પત્ની સાથે છુટાછેડા પછી પુત્રીની કસ્ટડી તેને મળતી નહોતી. એટલે આ પગલું ભરી રહ્યો છે.વિડીયોમાં ગણેશે એમ પણ કહ્યું કે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ પત્નીના અફેર કારણે છુટાછેડા આપી દીધા હતા. તેની પત્ની દીકરીને ટોર્ચર કરતી હતી એટલે દીકરી હત્યા કરી નાંખી.

આપણી પરંપરામાં તો પોતાનો જીવ લેવો પણ પાપ છે. કાયદા મુજબ પણ આપઘાત કરવું એ ગુનો છે. છતાં લોકો પરિસ્થિતિવશ આત્મહત્યા કરે છે. ઘણા દેશોમાં ઇચ્છામૃત્યુંની જોગવાઇ પણ છે પરંતુ પોતે સમસ્યા ઉકેલી ન શકે એટલે પોતાના સંતાનનો જીવ લઇ લે તે કોઇ પણ રીતે યોગ્ય નથી. આવા લોકો જાણે પોતાને ભગવાન સમજતા હોય છે. તેઓ પોતાની સમસ્યા તો ઉકેલી શકતા નથી પરંતુ તેને કારણે બીજાનો જીવ લઇ લે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp