26th January selfie contest

એકસાથે 2 પ્રેમિકા જોડે યુવકે કર્યા લગ્ન, પછી ઘરે લઈ જવાનું કહ્યું અને...

PC: itstrendingnow.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. જ્યાં એક યુવકે તેની બે પ્રેમિકા સાથે મંદિરમાં એકસાથે લગ્ન કરી લીધા. ત્યાં મોજૂદ લોકોએ તેમનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જાણકારી અનુસાર, લગ્ન પહેલા યુવકની એક પ્રેમિકાએ તેને ધમકી આપી હતી કે જો તેણે લગ્ન નહીં કર્યા તો એ ઝેર ખાઈને આત્મહત્યા કરી નાખશે. આ મામલો પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ ક્ષેત્રના ઢરહરિયા વિસ્તારનો છે. જ્યાં પોલીસે થોડા દિવસો પહેલા જ આ યુવકની ધરપકડ કરી હતી. કારણ કે તે યુવકે તેની પ્રેમિકાને તમાચો માર્યો હતો.

મામલો શું છેઃ

યુવક તેના વિસ્તારની એક યુવતીને પ્રેમ કરતો હતો. ઘણાં વર્ષોથી બંનેનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. ચાર દિવસ પહેલા જ તેની પહેલી પ્રેમિકાએ યુવકને બીજી યુવતી સાથે જોઈ લીધો તો તેણે હંગામો કરી નાખ્યો. મામલો એટલો વધી ગયો કે યુવકે તેની પૂર્વ પ્રેમિકાને તમાચો મારી દીધો. આ બાબતે તે પૂર્વ પ્રેમિકાઅ પોલીસને ફરિયાદ કરી, પોલીસે મારપીટના આરોપમાં યુવકની ધરપકડ કરી લીધી અને તેને શાંતિ ભંગ કરવાના આરોપમાં દંડ પણ ફટકાર્યો.

જામીન પર છૂટી ગયા બાદ યુવકે સોમવારે સાંજે તેની પ્રેમિકા જોડે લગ્ન કરવાની વાત કરી તો તેની પૂર્વ પ્રેમિકા પણ ત્યાં પહોંચી ગઈ. જેને કારણે ત્યાં ઘણો વિવાદ થઈ ગયો. ત્યાર બાદ ઘરની પાસે જ એક મંદિરમાં સૌની સામે યુવકે તેની બંને પ્રેમિકા જોડે એકસાથે લગ્ન કરી લીધા. બંને પ્રેમિકાઓને મંગળસૂત્ર પણ પહેરાવ્યા.

ત્યાર બાદ યુવક બંનેને એકસાથે ઘરે લઈ જવાની વાત કહી અને ત્યાંથી ફરાર થઈ ગયો. યુવક ક્યાં જતો રહ્યો તેની જાણ હજુ સુધી કોઈને થઈ નથી. આ લગ્નની ચર્ચા તે વિસ્તારમાં થઈ રહી છે. સાથે જ તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp