પરિણીત મહિલાએ વધુ આનંદ મેળવવા પ્રેમીને હોટલમાં ખુરશી પર દોરીથી બાંધી દીધોને...

PC: aajtak.in

પ્રેમ કરતી વખતે મહિલા દ્રારા ખુરશી સાથે બાંધવામાં આવતા મહારાષ્ટ્રના નાગપુરના30 વર્ષના યુવકનું મોત થયું છે.. પોલીસ અધિકારીના કહેવા મુજબ મહિલા પરિણીત છે અને તેનું આ યુવક સાથે અફેર હતું. મહિલા એક બાળકની માતા છે. ગુરુવારે રાત સાથે પસાર કરવા માટે મહિલા અને યુવક એક લોજમાં  રોકાયા હતા.

ન્યૂઝ એજન્સીના કહેવા મુજબ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુરના ખાપરખેડા વિસ્તારમાં આવેલી એક લોજમાં શુક્રવારે એક યુવકનું મોત થયું હતું. આ ઘટનાની તપાસ કરતા ચોંકાવનારી વાત બહાર આવી છે.યુવકના મોત સાથે એક મહિલા સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કહ્યું હતું કે  મહિલા અને મરનાર યુવક વચ્ચે 5 વર્ષથી અફેર ચાલતું હતું. ગુરુવારે તેઓ જયારે લોજમાં રાત પસાર કરવા રોકાયા હતા ત્યારે મહિલાએ પ્રેમની ચરમસીમા પાર કરવા માટે યુવકને ખુરશી પર બેસાડી અને નાયલોન દોરીથી હાથ- પગ બાંધી હતા. રોમાંચ મેળવવા માટે મહિલાએ એક દોરી યુવકના ગળામાં પણ બાંધી હતી.

જાણકારોના કહેવા મુજબ ઘણા યુગલો સંબધોમાં ઉત્તેજના ઉભી કરવા માટે સામાન્ય સેકસને બદલે અસામાન્ય પ્રવૃતિઓ કરતા હોય છે.આવા પાર્ટનર એકબીજા પર હાવી થવાની કોશિશ કરતા હોય છે. જો કે,આ એવી ક્રિયા હોય છે જેમાં એકબીજાની સંમતિ હોય છે. આને સેકલોજીસ્ટની ભાષામાં BONDAGE,DISCIPLINE,DOMINANCE AND SUBMISSION SADOMANSOCHISM ( BDSM) એકટિવીટી તરીકે ઓળખવામાં આવે છે.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે યુવક ખુરશી સાથે બંધાયેલો હતો તે વખતે મહિલા વોશરૂમ ગઇ હતી,દરમ્યાન ખુરશી ગબડી પડી અને ગળામાં બાંધેલી નાયલોનની દોરી યુવકના ગળામાં ટાઇટ રીતે બંધાઇ જતા તેનું મોત થયું હતું. જયારે મહિલા રૂમમાં પાછી આવી ત્યારે યુવક જમીન પર બેભાન હાલતમાં પડયો મળ્યો હતો. તેણીએ મદદ માટે રૂમ સર્વિસના સ્ટાફને બોલાવ્યો હતો. કર્મચારીઓએ યુવકની દોરી ખોલી હતી એ પછી ઘટનાની જાણકારી મળતા પોલીસ પહોંચી હતી.

પોલીસે મહિલાની પુછપરછ કરતા તેણે યુવક સાથેના તેના અફેરની કબુલાત કરી લીધી હતી. જો કે 2018માં સુપ્રીમ કોર્ટના એક ચુકાદા પછી એકસ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબધ) ગુનો નથી. પોલીસે યુવકના મોતને અકસ્માતનો કેસ દાખલ કર્યો છે અને યુવક અને મહિલા બનેંના મોબાઇલ જપ્ત કર્યા છે. પોલીસે લોજના સ્ટાફના બયાન લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp