26th January selfie contest

ગર્લફ્રેન્ડ સાથે એક્સપરિમેન્ટ પડ્યો ભારે, સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

PC: couple

સંબંધોમાં પ્રેમ માટે પાર્ટનર્સની વચ્ચે શારીરિક અને માનસિક બંને સંબંધ મજબૂત હોવા જોઈએ. ક્યારેક-ક્યારેક નાની-નાની વાતો પણ સંબંધોમાં અંતરનું કારણ બની જાય છે. આવુ જ કંઈક થયુ એક કપલ સાથે. એક પુરુષે જણાવ્યું કે, કઈ રીતે એક એક્સપરિમેન્ટના ચક્કરમાં તેની સેક્સ લાઈફ ખરાબ થઈ ગઈ છે. પુરુષે લખ્યું, પાર્ટનરની સાથે એક એક્સપરિમેન્ટ કરવું મને ભારી પડી ગયું. તેના કારણે હું ત્રણ વર્ષથી ઈન્ટીમેટ નથી થઈ શકતો. દરેક વખતે ફિઝિકલ રિલેશનશિપ માટે હું જ પહેલ કરતો હતો. એક દિવસ મેં વિચાર્યું કે, હું મારા તરફથી પ્રયત્ન બંધ કરીને જોઉં કે બેડરૂમમાં પાર્ટનર તરફથી શું પ્રતિક્રિયા આવે છે. હું જાણવા માગતો હતો કે જો હું પહેલ ના કરું તો મારી ગર્લફ્રેન્ડ રોમાન્સ માટે પોતે પહેલ કરે છે કે નહીં.

પુરુષે લખ્યું, આ એક્સપરિમેન્ટ કર્યાને ત્રણ વર્ષ થઈ ગયા અને અમારી વચ્ચે ત્યારથી અંતર બની ગયું છે. હું ઈન્ટીમેસી મિસ તો કરું જ છું, પરંતુ હવે હું પોતાના તરફથી કોઈ પહેલ કરવા પણ નથી માગતો. હું નથી ઈચ્છતો કે તે માત્ર મારું મન રાખવા માટે કોઈપણ કામ કરે. એવુ લાગે છે કે, આ બાબતની તેના પર કોઈ અસર નથી. આથી હું પણ હવે આ વાતનો ઉલ્લેખ નથી કરતો. પોતાના મનની દુવિધા આ પુરુષે ટ્વીટર પર ફેશહોલ નામના અકાઉન્ટ પર લખી છે. આ અકાઉન્ટ પર 165000 કરતા વધુ ફોલોઅર્સ છે અને તેઓ પુરુષને તેનું કન્ફેશન સ્વીકારવાની હિંમતના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકોનું એવુ પણ કહેવુ છે કે, તેઓ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા છે.

પુરુષની આ કન્ફેશન પોસ્ટ પર એક યુઝરે લખ્યું, મારા લગ્નને 2 વર્ષ થઈ ચુક્યા છે અને મારી પણ કંડિશન આવી જ છે. હું ગણીને બતાવી શકું છું કે લગ્ન બાદ અમે કેટલીવાર ઈન્ટીમેટ થયા છીએ. પોતે પહેલ કર્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. અન્ય એક યુઝરે લખ્યું, આવી સ્થિતિમાંથી પસાર થતા મને 15 વર્ષ થઈ ચુક્યા છે. જોકે અમે આમા પણ ખુશ છીએ. તો અન્ય એક યુઝરે લખ્યું, હું પણ આ જ નાવ પર સવાર છું. અમને સેક્સ કર્યાને 18 મહિના થઈ ચુક્યા છે. હું 50 વર્ષનો પણ નથી અને મારી સેક્સ લાઈફ પૂરી થઈ ચુકી છે.

જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ પુરુષને સલાહ આપતા પણ દેખાયા હતા. એકે લખ્યું, હું પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યો છું. તેને લાગતું હતું કે મેં એટલા માટે પહેલ કરવાની બંધ કરી દીધી કારણ કે હું નપુંસક છું અને આ વાતને લઈને શરમ અનુભવુ છું. મહિલાઓને પણ ફરક પડે છે, માત્ર થોડો વધુ પ્રયાસ કરવાની જરૂર છે. એક યુઝરે સલાહ આપી કે, આવી જિંદગી જીવવા કરતા તો તમે પોતાના પાર્ટનરની સાથે ખુલીને વાત કરો. તો અન્ય એક યુઝરે સલાહ આપતા લખ્યું કે, તમારે તેને છોડીને આગળ વધી જવુ જોઈએ. એવુ લાગે છે કે, તેને તમારામાં રસ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp