કર્વી પત્ની કે પાર્ટનર ધરાવતા પુરુષો રહે છે વધુ ખુશઃ રિસર્ચ

PC: stylevore.com

મોટાભાગના પુરુષો લાંબી, પાતળી તેમજ ફિટ છોકરીઓ પસંદ આવતી હોય છે, પરંતુ એક સંશોધન અનુસાર જે છોકરાઓ જાડી યુવતીઓ સાથે રિલેશનમાં રહે છે તેઓ અન્યોની સરખામણીમાં વધુ ખુશ રહે છે. નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકોમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે, ત્યારબાદ એ વાત સામે આવી છે કે થોડી જાડી હોય તેવી યુવતીઓ સાથે લગ્ન અથવા પ્રેમમાં પડેલા પુરુષો વધુ ખુશ રહે છે.

અભ્યાસ અનુસાર, કર્વી, પ્લસ સાઈઝ મહિલાઓના જીવનસાથી પાતળી મહિલાઓના સાથીઓની સરખામણીમાં 10 ગણા વધુ ખુશ રહે છે. જાડી છોકરીઓ પોતાના પુરુષ પાર્ટનર પર જીમ જવા અને ફિટ રહેવા માટે દબાણ નથી કરતી.

જાડી યુવતીઓ પોતે પણ વજન ઓછું કરવાના પ્રયત્નો નથી કરતી અને સાથે જ ખાવાનું પણ વધુ પસંદ કરતી હોય છે. જે કપલ્સ એકસાથે વધુ સમય સ્પેન્ડ કરતા હોય તેમનું જીવન સારું હોય છે અને સંબંધ વધુ ટકાઉ હોય છે.

જાડી યુવતીઓ સાથે પ્રેમમાં પડેલા પુરુષો દિલ ખોલીને હસતા હોય છે અને જીવન પ્રત્યે તેમનું વલણ વધુ સકારાત્મક હોય છે. કર્વી મહિલાઓ નાની-નાની ગિફ્ટ્સથી ખુશ થઈ જતી હોય છે.

જાડી યુવતીઓ વધુ ખુશમિજાજ હોય છે અને તેમનું સેન્સ ઓફ હ્યુમર વધુ સારું હોય છે. આ ઉપરાંત આવી મહિલાઓની સામે તમે ખુલીને પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી શકો છો. આ ઉપરાંત એવું પણ જોવા મળ્યું છે કે, કર્વી યુવતીઓ રસોઈ બનાવવામાં રસ દાખવતી હોય છે અને મોટાભાગની કર્વી યુવતીઓ સારું ખાવાનું બનાવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp