આધેડે બે છોકરીઓ સાથે કર્યા લગ્ન, લિવ ઈનમાં પણ રહ્યો, બંને પત્નીઓ ખુશ છે

PC: livehindustan.com

એક આધેડ ઉંમરના પુરુષે એક સાથે એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. ધૂમધામથી સંપન્ન થયેલા આ લગ્નમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં થયેલા આ લગ્નને લઈને લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું. મામલો ઝારખંડના દેવઘર જિલ્લાનો છે. જણાવી દઈએ કે દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વશ્રેષ્ઠ કામનાલિંગ બાબા વૈદ્યનાથ મંદિર પ્રાંગણમાં આ અનોખા લગ્ન થયા હતા. રસપ્રદ છે કે બંને છોકરીઓ પણ આ લગ્નથી ખુશ છે.

મળેલી જાણકારી પ્રમાણ બંને છોકરીઓ સાથે લગ્ન કરનારા આધેડે કહ્યું કે તે પશ્ચિંમ બંગાળના ખડગપુરનો રહેવાસી છે. તેનું બંને છોકરીઓ સાથે ઘણા વર્ષોથી અફેર ચાલી રહ્યું હતું. તે છોકરીઓ સાથે લિવ ઈનમાં પણ રહેતો હતો. લિવ ઈનમાં રહેતા દરમિયાન તેમને બાળકો પણ થઈ ગયા હતા. આખરે પરિવારની સહમતિ મળવા પર તેણે બંનેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

હેરાન કરી દેનારી વાત તો એ છે કે બંને છોકરીમાંથી કોઈને પણ આ પ્રકારના લગ્નથી કોઈ વાંધો ન હતો. તેમણે કહ્યું હતું કે અમને આવા લગ્નથી કોઈ મુશ્કેલી નથી. અમે બંને લગ્નથી ખુશ છીએ. જણાવી દઈએ કે આ વ્યક્તિ કોલકાતામાં રહીને કામ કરે છે. આ પહેલા પણ ઘણા એવા મામલા સામે આવ્યા છે જ્યાં એક પુરુષે બે છોકરીઓ સાથે લગ્ન કર્યા હોય અને તે બંને છોકરીઓ પણ ખુશીથી એકબીજા સાથે રહેતી જોવા મળી છે.

 

થોડા સમય પહેલા ઝારખંડના લોહરદાગામાં પણ આવા જ અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જેમાં એક યુવકે એકસાથે બે યુવતીઓ સાથે સાત ફેરા લીધા હતા. શરૂઆતમાં પરિવારના લોકોએ આ લગ્ન માટે વિરોધ કર્યો હતો પરંતુ પછીથી તેઓ પણ માની ગયા હતા. આ લગ્નમાં એક યુવતીનો છોકરો પણ સામેલ થયો હતો. પ્રદીપ નામનો યુવાન કુસુમ નામની છોકરી સાથે લિવ ઈનમાં રહેતો હતો અને તેને એક છોકરો પણ હતો, જ્યારે બીજી છોકરી સ્વાતિને પણ તે દિલ આપી બેઠો હતો. જેના પછી ગામના લોકોએ પણ તેનો વિરોધ કર્યો હતો પરંતુ આખરે સૌ પ્રદીપની જીદ સામે નમી ગયા હતા. બંને છોકરીઓને પણ આ લગ્નથી કોઈ મુશ્કેલી ન હતી. ભલે તે કાયકીય રીતે ખોટો હોય પરંતુ બંનેને પ્રેમ કરતો હોવાથી બંને સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp