હનિમુન પર માતાને સાથે લઈ ગઈ દુલ્હન, પત્નીના બદલે મા પ્રેગ્નન્ટ થઈ

PC: sadibyah.com

એક મહિલાએ લગ્ન અને દિલ તૂટવાની એક દર્દનાક કહાની શેર કરી છે. લૌરેન વૉલ નામની એક મહિલાએ જણાવ્યું હતું કે, કેવી રીતે તે પોતાની માતાને પોતાના હનિમુન પર લઈ ગઈ હતી. ત્યાર બાદ થોડા દિવસોમાં જે કંઈ થયું એ ભયાનક હતું. લગ્નના થોડા દિવસ બાદ પતિ એમનાથી અલગ થઈ ગયો અને લૌરેનની માતા સાથે રહેવા લાગ્યો. 34 વર્ષીય લૌરેને જણાવ્યું હતું કે, એ સમયે તે ખૂબ જ ખુશ હતી જ્યારે તેમની માતાએ દીકરીના લગ્ન પ્રસંગે રૂ.14 લાખનો ખર્ચો કર્યો હતો. લગ્ન પહેલા જ લૌરેન પોતાના પાર્ટનર પોલ સાથે રહેવા લાગી હતી.

લગ્ન પહેલા જ લૌરેનને એક બાળક પણ હતું. એક રિપોર્ટ અનુસાર લંડનના ટ્વિકેનહમની રહેવાસી લૌરેન લગ્ન બાદ એટલી ખુશ હતી કે, માતાને પણ હનિમુનમાં સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન એના પતિ અને માતા વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંને અંદરોઅંદર ખૂબ હસી મજાક કરતા હતા. પણ લૌરેનને બીલકુલ કોઈ આશંકા થઈ ન હતી. પણ લગ્નના માત્ર આઠ અઠવાડિયા બાદ લૌરેનને સત્ય હકિકત જાણવા મળી. પતિ પૌલ ઘરેથી ચાલ્યો ગયો અને લૌરેનની માતા સાથે રહેલા લાગ્યો. ત્યાર બાદ 9 મહિના પછી લૌરેનની માતાએ પોલના બાળકને જન્મ આપ્યો. શરૂઆતમાં મા એ જમાઈ સાથેના સંબંધને લઈને નકારો કર્યો. લૌરેનને આ દરમિયાન એવું લાગ્યું કે, એમની દુનિયા ખતમ થઈ ગઈ છે. જે બે લોકો પર લૌરેને સૌથી વધારે ભરોસો હતો એ બે વ્યક્તિએ જ તેની સાથે છેત્તરપિંડી કરી.

લૌરેને કહ્યું હતું કે, સૌથી ખરાબ વસ્તુ એ હતી કે, જે મા એ પોતાની દીકરી સાથે કરી હતી. લૌરેને કહ્યું હતું કે, તે ક્યારેય માતાને માફ નહીં કરી શકે. ઓગસ્ટ 2004માં લૌરેને પોલ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2005માં જ લૌરેનની માતા જુલીએ પોલના સંતાનને જન્મ આપ્યો. પણ જુલી અને પોલના લગ્ન 2009માં થયા. આ લગ્નમાં લૌરેન પણ જોડાઈ હતી.

हनीमून पर मां को संग ले गई दुल्हन...फिर मां ने दिया पति के बच्चे को जन्म

અગાઉ તે પોલ સાથે પરણી ચૂકી હતી. પણ હવે તેની માતાએ પોલ સાથે ફેરા ફર્યા હતા. વર્ષો સુધી લૌરેન પોતાના આ દર્દ સાથે જીવતી હતી. આ મુદ્દે દિલ ખોલીને વાત કરતા તેને 10 વર્ષનો સમય લાગ્યો. પણ હવે તે લગ્ન તૂટ્યા એ અંગે વધારે ચર્ચા કરે છે. લૌરેનની માતા આજે પણ તેના એક સમયના જમાઈ સાથે જીવન જીવી રહી છે. જ્યારે લૌરેનને બીજો નવો પાર્ટનર મળી ગયો છે. લૌરેન હાલમાં પોતાના ચોથા સંતાનની માતા બનવા જઈ રહી છે. પણ તે કહે છે મારો રસ્તો સરળ ન હતો. એ ઘટનાની અસર બીજા સંબંધો પર થઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp