મોટાભાગના પુરુષ પત્ની અને ગર્લફ્રેન્ડ સામે આ 8 ખોટી વાત બોલે છે

PC: aajtak.in

મહિલાઓ, પુરુષો અને બાળકો દરેક જૂઠું બોલતા હોય છે. જૂઠું બોલવું એ એક માનવ સ્વભાવ છે. તે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની એક રીત છે. પરંતુ આનો જરા પણ એ અર્થ નથી કે ફક્ત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ વ્યક્તિ જૂઠું બોલે. ઘણી વાર લોકો પોતાના સત્યને છુપાવવા માટે પણ જૂઠું બોલે છે. ઘણા મામલામાં લોકો પોતાની ભૂલ છુપાવવા માટે પણ સામે વાળી વ્યક્તિ સામે જૂઠું બોલે છે. ઘણા લોકો તો એવા પણ હોય છે જે કોઈ કારણ વગર પણ જૂઠું બોલે છે.

રિલેશનશિપમાં ખોટું બોલવાની વાત કરવામાં આવે તો ઘણી વાર લોકો દલીલથી, લડાઈથી અથવા પાર્ટનરને દુખી કરવાથી બચવા માટે અથવા પાર્ટનરને ખુશ રાખવા માટે પણ જૂઠું બોલી દે છે. એવામાં, આજે અમે તમને ઘણા એવા કોમન બોલવામાં આવતા અસત્ય વિશે જણાવવા જઈ રહ્યા છે, જે મોટાભાગે પુરુષો તેમની પત્ની અથવા ગર્લફ્રેન્ડ અથવા મહિલા મિત્ર આગળ બોલે છે. આવો જાણીએ તેમના વિશે

 

હું સિંગલ છું

ઘણીવાર જોવામાં આવે છે કે, કોઈ રિલેશનશિપમાં રહેતા સમયે જ્યારે પુરૂષ કોઈ બીજી મહિલા તરફ આકર્ષિત થાય છે તો તે મહિલાની આગળ પુરુષ જૂઠું બોલે છે કે તે સિંગલ છે. આ પ્રકારનું ખોટું બોલીને પુરુષ ઈચ્છે છે કે, સામે વાળી મહિલા તેની સાથે વાત કરવાનું બંધ નહીં કરી દે.

હું તેને નહીં જોઈ રહ્યો હતો

એવા ઘણા મામલાઓ સામે આવતા રહે છે, જેમાં પુરૂષ તેમની મહિલા પાર્ટનર સાથે બેઠા હોય છે. ત્યારે અચાનકથી જ્યારે કોઈ બીજી મહિલા સામેથી પસાર થાય છે તો પુરુષ તેને જોવા લાગે છે. જ્યારે પાર્ટનર આવું કરવા માટે તેને ટોકે છે ત્યારે ઘણી વાર પુરુષ વાતને એવું કહીને ટાળી દે છે અથવા જૂઠું બોલી દે છે કે, એ મહિલા તરફ તે જોઈ નહીં રહ્યો હતો, પરંતુ અચાનકથી કંઈક વિચારવા લાગ્યો હતો.

મેં ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું અથવા મેં સિગારેટ છોડી દીધી છે

રિલેશનશિપમાં ઘણીવાર મહિલાઓ પુરુષોને ધૂમ્રપાન કરવા માટે જ્યારે ના કહે છે, ત્યારે પુરુષ પાર્ટનરને મળવાના થોડા સમય પહેલા જ ધૂમ્રપાન કરી લે છે અથવા જો પાર્ટનરને પુરૂષો પાસેથી સિગારેટની દુર્ગંધ આવે છે તો તેઓ એવું કહીને જૂઠું બોલી દે છે કે, તેમની સામે કોઈ વ્યક્તિ સિગારેટ પીઇ રહ્યો હતો, જેના કારણે તેની સિગારેટના ધુમાડાની દુર્ગંધ તેના કપડામાંથી આવે છે.

હું ફક્ત તારા વિશે જ વિચારું છું

ઘણીવાર પાર્ટનરનું દિલ જીતવા માટે અને તેને દુખી નહીં કરવા માટે પુરુષ આ બાબતે જૂઠું બોલે છે કે, હું ફક્ત તારા વિશે જ વિચારું છું.

હું તારા વગર એક દિવસ પણ નથી રહી શકતો

તમે ઘણી વાર ફિલ્મોમાં જોયું હશે કે, બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડનને સાથે વાત કરતો હોય છે ત્યારે ફોન પર કહે છે કે, હું તારા વગર નથી રહી શકતો અને ફોન કટ કર્યા બાદ તરત જ તેની પાર્ટી શરૂ થઈ જાય છે, અથવા તો તે પછી કોઈક પાર્ટીનું પ્લાનિંગ કરવા લાગે છે. આ પ્રકારનું ખોટું બોલીને પુરૂષો ઘણીવાર પોતાના પાર્ટનરનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે.

પૈસાને લઈને બોલે છે ખોટું

ઘણી વાર લગ્ન પહેલા કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે પુરુષ એવું ખોટું બોલે છે કે, તેની પાસે ઘણા પૈસા છે. જ્યારે, પરિણીત પુરૂષ ઘણીવાર તેમની પત્નીઓને પૈસા હોવા છતાં પણ પૈસા ન હોવા બાબતે જૂઠું બોલે છે.

લગ્ન પહેલા સેક્સ નહીં

કોઈપણ છોકરીનું દિલ જીતવા માટે મોટા ભાગે પુરૂષો આ પ્રકારનું ખોટું બોલે છે કે, તેઓ લગ્ન પહેલા જરા પણ ઈન્ટિમેટ નહીં થશે. પરંતુ જેવું છોકરી હા કહી દે છે અથવા રિલેશનશિપમાં આવી જાય છે તો તેઓ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

તું પહેલી છોકરી છે જેની સાથે પ્રેમ થયો

છોકરાઓ ઘણીવાર તેમની ગર્લફ્રેન્ડ અથવા પત્ની આગળ આ બાબતે ખોટું બોલે છે કે, તેઓને માત્ર એક જ વાર પ્રેમ થયો અને તે પણ તેની સાથે જ. ઘણી વાર છોકરાઓ તેમની ભૂતકાળમાં રહેલી ગર્લફ્રેન્ડ વિશે અટેલે પણ નથી જણાવતા, કેમ કે તેઓને લાગે છે કે તેમની પાર્ટનર અસુરક્ષિત અનુભવવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp