મારા પતિ હંમેશાં મારા શરીરને લઈને મારી મજાક ઉડાવે છે, સમજાતું નથી હું શું કરું?

PC: wp.com

પતિ અને પત્ની એકબીજા માટે મજબૂત સપોર્ટ સાબિત થઈ શકે છે, તો બીજી તરફ શબ્દોની પસંદગીમાં રાખવામાં આવતી બેદરકારી તેમના સંબંધોમાં કડવાશ પણ લાવી શકે છે. ખાસ કરીને પોતાના સાથીના શરીરને લઈને કરવામાં આવતા કમેન્ટ્સ અથવા તેમની મજાક ઉડાવવાથી તેમના આત્મસન્માનને ઠોકર લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની બાબતો કોઈપણ સાંખી નહીં શકે અને આજે નહીં તો કાલે તે સંબંધમાં મોટી તિરાડ પાડી શકે છે. આવું જ કંઈક એક મહિલા હાલ ઝેલી રહી છે.

મહિલાએ જણાવ્યું હતું કે, મારો પતિ હંમેશાં મને જાડી કહ્યા કરે છે. શરૂઆતમાં તો મેં તેને ઈગ્નોર કર્યું, પરંતુ હવે તેણે મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનું શરૂ કરી દીધુ છે. પતિના આ પ્રકારના કમેન્ટ્સ સતત સાંભળવાને કારણે મારા મનમાં તેને માટે નકારાત્મક ભાવ જન્મ લેવા માંડ્યા છે. હું વજન ઓછું કરવાનો ખૂબ જ પ્રયત્ન પણ કરી રહી છું, પરંતુ તેમાં સફળતા નથી મળી રહી. મને સમજાતું નથી કે હું શું કરું?

આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, હું સમજી શકું છું કે, પતિની આ વાતથી તમે કેટલા દુઃખી અને ચિંતિત હશો. સતત ટીકા મળવાને કારણે એવું લાગવા માંડે છે કે, તમને કોઈ પ્રેમ નથી કરતું અથવા તો તમારા કોઈ વખાણ નથી કરતું. આ કારણે તમારા આત્મસન્માનને પણ ઠોકર લાગી શકે છે. મારી સલાહ છે કે, તમે પહેલા પોતાને શાંત કરો અને પોતાના પતિ સાથે આને લઈને વાત કરો. તમારા પતિને જણાવો કે, તેમના દ્વારા કહેવામાં આવતા શબ્દ અને કરવામાં આવતા એક્શન્સ કઈ રીતે તમને પ્રભાવિત કરી રહ્યા છે અને તેને કારણે તમને કેટલું ખરાબ લાગી રહ્યું છે. એકવાર તેઓ આ બધી બાબતોને તમારા દ્રષ્ટિકોણથી જુએ, તો કદાચ તેઓ વધુ સપોર્ટિવ પાર્ટનર બનવાનો પ્રયત્ન કરે. એવું પણ બની શકે છે કે, તેઓ તમારો દ્રષ્ટિકોણ બદલતા તમને આ બાબતોને વધુ સકારાત્મકરીતે જોવામાં મદદ કરે, ત્યારે તમને લાગે કે કદાચ તમારા પતિ તમારી મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તમારાથી જે બની શકે, તમે તે બધુ જ ટ્રાય કરી રહ્યા છો, પરંતુ કેટલીક બાબતો આપણા સૌના ગજાની બહારની હોય છે. તેને કારણે તમારે હાર માનવાની જરૂર નથી. તમારે પોતાને પ્રેમ કરવો જોઈએ, પોતાની જાતને એપ્રિશિએટ કરવી જોઈએ. તેને માટે દરરોજ સવારે પોતાને પોઝિટિવ વાતો યાદ અપાવો. તમે જ્યારે પોતાને પ્રેમ કરતા શીખી જશો, તો તે તમને સાચા અર્થમાં ખુશહાલ જીવન જીવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp