લાંબો સમય સેક્સ ન કરવાથી શું નુકસાન થાય છે?

PC: thoughtcatalog.com

આજની ફાસ્ટ લાઇફમાં ઘણા કપલ્સ મહિનાઓ સુધી સેક્સ માણતા નથી. તણાવભરી લાઇફમાં ઘણા યુવકયુવતીઓ સેક્સ પ્રત્યે લાપરવાહ થઇ જાય છે. પણ આવા લોકો જાણતા નથી કે સેક્સ ન માણવાને કારણે તેમના શરીર પર શી અસર થતી હોય છે.

સાયન્સના કહેવા પ્રમાણે, લાંબા સમય સુધી સેક્સ ન માણવાને કારણે શરીર પર વિપરીત અસર થાય છે. જો તમે લાંબો સમય સુધી સેક્સન કરો તો તેની તમારા શરીર પર કેવી અસર થાય છે તેની અહીં જાણકારી આપવામાં આવી છે.એક રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી સેક્સ ન કરવાના કારણે પોતાની કામેચ્છા ઘટી હોય તેવું લોકોને મહેસૂસ થવા લાગે છે. આ સાથે જ સેક્સ અંગે તમારી કામવાસના પણ ઘટે છે. જો કામેચ્છાખતમ થયા બાદ તમે સેક્સ કરો તો તેનાથી તમને સંતુષ્ટિ અને આનંદનો અહેસાસ નહિ થાય.

કેટલીક મહિલાઓમાં લાંબા સમય સુધી સેક્સ ન કરવાની સાઇડ ઇફેક્ટ આવે છે. જેમ કે, વજાઇનામાં ડ્રાયનેસ આવી જાય છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ જો લાંબા સમય બાદ સેક્સ કરે તો તેનેલુબ્રિકેશનની કમીને કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

એક સર્વે અનુસાર, સેક્સ સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે. સેક્સ દરમિયાન શરીરમાં ફીલગુડ હોર્મોન રિલીઝ થાય છે, જે આપણને દરેક પ્રકારના તણાવથી દૂર રાખે છે. આથી સેક્સની કમી અને ફીલગુડ હોર્મોન રિલીઝ ન થવાને કારણે સ્ટ્રેસ લેવલ મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે.

સેક્સ પિરિયડ્સ દરમિયાન થતા ક્રેમ્પસને પણ દૂર કરે છે, જ્યારે કોઈ મહિલા પિરિયડ્સ દરમિયાન ઓર્ગેઝમ મહેસૂસ કરે છે તો યુટ્રિન કોન્ટ્રેક્શનને કારણે શરીરમાંથી થતા રક્તસ્ત્રાવ ઝડપી થઈ જાય છે, જેનાથી પિરિયડ્સ પેઇનમાં ઘટાડો થાય છે. જો તમે સેક્સ કરવાનું બંધ કરી દેશો તો પિરિયડ્સ દરમિયાન તમને વધુ દુખાવો થશે.

 

 

Source vndian

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp