કયા લોકોની સેક્સ લાઈફ હોય છે સારી, નવા સંશોધનમાં ખુલ્યું રહસ્ય

PC: freepik.com

જે પાર્ટનર એકબીજાના વખાણ કરે છે, બેડરૂમમાં તેમની વચ્ચે સંબંધ ખૂબ જ મજબૂત હોય છે. આ દાવો અમેરિકાના ઉત્તરી કૈરોલિનાના સંશોધકોએ એક અભ્યાસમાં કર્યો છે. શોધકર્તાઓએ સંશોધનમાં ભાગ લેનારા કપલ્સના સંબંધો અને યૌન સંબંધો પર ઘણા પ્રકારના સર્વે કર્યા. સંશોધકોની ટીમને જાણવા મળ્યું કે, વખાણ અથવા વ્યવહાર દ્વારા સાથી પ્રત્યે આભાર વ્યક્ત કરવાથી અંતરંગ સંબંધ વધુ મજબૂત બને છે. આ સંશોધનમાં એ તારણ કાઢવામાં આવ્યું કે, સંબંધોમાં પ્રતિબદ્ધતા અને જવાબદારી માટે એકબીજા પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની ભાવના હોવી જરૂરી છે.

સંશોધનના લેખક અને ઉત્તરી કૈરોલિના યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ચિકિત્સક એશ્લિન બ્રેડીએ જણાવ્યું હતું કે, રોમેન્ટિક સંબંધો દરમિયાન એક સમય એવો પણ આવી શકે છે કે, જ્યારે લોકો યૌન સંતુષ્ટિનો અનુભવ નથી કરતા અને તે તેમના સંબંધો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. હાલમાં થયેલા સંશોધનના નિષ્કર્ષ વિશે જણાવવામાં આવ્યું છે કે, યૌન સંબંધોમાં સાથીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તેનો સહયોગ અને પ્રોત્સાહન કરવાથી યૌન સંતુષ્ટિની ઉણપ દૂર થાય છે. જોકે, એ વાતની જાણકારી હજુ સુધી નથી મળી કે, લોકો પોતાના સાથીની યૌન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને કઈ રીતે પ્રેરિત કરી શકે છે.

સંશોધનમાં 185 લોકોએ ભાગ લીધો હતો, જેમાં પાર્ટનર સાથે તેમના સંબંધો અંગે જાણકારી મેળવવામાં આવી. તેમા જાણવા મળ્યું કે, લોકો એ વાત સાથે સંપૂર્ણરીતે સહમત હતા કે, તેમનો પાર્ટનર તેમને અવારનવાર એ જણાવે છે કે તેને તેના વિશે કઈ બાબતો પસંદ છે અને તેને માટે પાર્ટનરના વખાણ પણ કરે છે. તેઓ પોતાના સાથીની યૌન જરૂરિયાતોને પૂર્ણ કરવા ઈચ્છતા હતા. આ સંશોધનમાં ઓનલાઈનના માધ્યમથી પણ સવાલો પૂછવામાં આવ્યા, જેમાં જાણવા મળ્યું કે, જે પાર્ટનર એકબીજાના વખાણ કરતું હતું તેમજ તેમનો આભાર વ્યક્ત કરતું હતું તેમની વચ્ચે યૌન સંબંધો ખૂબ જ મજબૂત હતા. જ્યારે એકબીજા પ્રત્યે આભાર વ્યક્ત ન કરનારા પાર્ટનર્સની વચ્ચે એવું નહોતું.

સંશોધકોનું કહેવું છે કે, રોમેન્ટિક પાર્ટનરની યૌન જરૂરિયાતોને પૂર્ણ કરવી એ ઘણીવાર પડકારરૂપ બની જતું હોય છે, પરંતુ ઘણી સરળ રીતોની મદદથી સાથીને પ્રોત્સાહિત કરી શકાય છે. સંશોધનના પરિણામ જણાવે છે કે, આભાર એક એવી ભાવના છે જે અહેસાસ કરાવે છે કે, કોઈ વ્યક્તિ આપણા માટે કેટલું મહત્ત્વનું છે અને આ જ ભાવન યૌન સંબંધોને પણ મજબૂત બનાવે છે. આમ, એકબીજાના વખાણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી સાથીની યૌન જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય છે અને સમયની સાથે આ પ્રેરણાને બનાવી રાખવામાં મદદ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp