રૂ. 20 કરોડ કેશવાળી IAS પૂજા સિંઘલની લગ્નેતર પ્રેમકહાણી ઓસ્ટ્રેલિયાથી શરૂ થઇ હતી

PC: lokmat.com

IAS પૂજા સિંઘલ અને ઉદ્યોગપતિ અભિષેક ઝાનુ નામ આજકાલ ઝારખંડ જ નહી પરંતુ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. પતિ-પત્ની એવા અભિષેક ઝા અને પૂજા સિંઘલ હાલમાં મનરેગા કૌભાંડ અને અપ્રમાણસર સંપતિના મુદ્દે EDના નિશાના ઉપર છે. પૂજા પાસેથી રૂ. 20 કરોડની કેશ પકડાઇ હતી. 

બંનેએ સાથે મળીને છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડોની સંપત્તિ બનાવી છે. તેવામાં હવે અભિષેક ઝા અને પૂજા સિંઘલની મિત્રતા પછી પ્રેમ અને લગ્નની કહાની હવે ધીમે-ધીમે સામે આવી રહી છે. અત્યાર સુધી જાણવા મળતી માહિતી અનુસાર અભિષેક ઝા અને પૂજા સિંઘલની ઓળખાણ ફેસબૂકના માધ્યમથી થઇ હતી. બાદમાં ઓસ્ટ્રેલિયામાં બંનેની મુલાકાત થઇ અને બંનેએ એક બીજાને પસંદ કરવાનું શરુ કર્યું.

સુત્રો મુજબ ઓસ્ટ્રેલિયામાં થયેલી મિત્રતા પછી જયારે IAS પૂજા સિંઘલ અને અભિષેક ઝા રાંચી પરત ફર્યા તો બંને વચ્ચેની નિકટતા આગળ વધવા લાગી હતી. પૂજા તે સમયે પલામુની ડેપ્યુટી કલેકટર હતી. અભિષેક તેણીને મળવા માટે અને ઈમ્પ્રેશ કરવા માટે બુકે લઈને પૂજાની ઓફિસે પહોચી જતો હતો.

આ દરમ્યાન પૂજાએ તેના પતિ રાહુલ સાથે છૂટાછેડા લીધા નહતા તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ બંને વચ્ચે ઝઘડા અને અણબનાવ શરુ થઇ ગયો હતો. તેવામાં અભિષેક ઝા એ પણ આ ઝઘડાનો ખુબ ફાયદો ઉઠાવ્યો અને પૂજા સિંઘલની ઘણો નજીક આવી ગયો. તો બીજી બાજુ પૂજા સિંઘલને પણ પોતાના પતિ સાથેના તૂટી રહેલા સંબંધ વચ્ચે અભિષેક સાથેનો પ્રેમ ગમવા લાગ્યો હતો.

અભિષેક હંમેશા પૂજા સિંઘલ પાસે બૂકે લઈને જતો હતો અને કહેતો હતો કે તે તેણીના કામથી ઘણો પ્રભાવિત છે. ધીમે-ધીમે તેમના સંબંધ ગાઢ બનવા લાગ્યા. અભિષેકે પૂજાની મદદથી કેટલાક કામ પણ કરાવ્યા હતા. આ સમયે પૂજા સિંઘલ અને તેના પતિ રાહુલ પુરવારના સંબંધમાં તિરાડ પડી હતી અને બંનના છૂટાછેડા થઈ ગયા. ત્યારપછી અભિષેક અને પૂજાના સંબંધો વધુ મજબુત થયા અને બંનેએ પરિવારજનોની મજુરીથી લગ્ન કરી લીધા.

માહિતી પ્રમાણે તે પોતાના કોલેજના દિવસોમાં તેના મિત્રોને કહેતો હતો કે તે કઈક મોટુ કામ કરશે. અભિષેક ઝા બિહારના મુઝ્ઝફરપુરનનો રહેવાસી છે અને હાલમાં રાંચીની પલ્સ હોસ્પિટલનો સંચાલક છે. અભિષેક ઝાના પિતા કામેશ્વર ઝા કલ્યાણ વિભાગમાં અધિકારી હતા. એક માહિતી મુજબ અભિષેકે જેવિયર કોલેજમાંથી MBAનો અભ્યાસ કાર્ય બાદ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો અને ફરી ભારત પાછો ફર્યો હતો.

પૂજા સિંઘલ સાથે લગ્ન કર્યા બાદ અભિષેકે રાંચીના બરીયાતું વિસ્તારમાં એક આલીશાન હોસ્પિટલ બનાવી છે. હવે આ જ હોસ્પિટલ તેના માટે મુશ્કેલી બની રહી છે. કારણ કે હોસ્પીટલના નામ ઉપર અભિષેકે 25 કરોડની લોન લીધી છે જયારે હોસ્પિટલ બનાવવાનો ખર્ચ 100 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે. તો આ રૂપિયા ક્યાંથી આવ્યા તે સવાલો અંગે અભિષેક ED સામે અસહજ જણાતા હતા. EDના અધિકારીઓ અભિષેકની બે દિવસથી પુછપરછ કરી રહી છે પરતું ED અભિષેકના જવાબોથી સંતુષ્ટ નથી. હવે અભિષેક ઝાની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે તેવા સમાચરો આવી રહ્યા છે. જયારે EDએ IAS પૂજા સિંઘલને પણ પુછપરછ માટે નોટીસ મોકલી છે અને તેની સાથે પણ EDની ટીમ પુછપરછ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp