શંખ અને સિંદૂર નકારવાનો અર્થ પત્નીને લગ્ન અસ્વીકારઃ ગુવાહાટી હાઈકોર્ટ

PC: blushin.com

ગુવાહાટી હાઈકોર્ટે કહ્યું કે, રીતિ રિવાજ અનુસાર, લગ્ન પછી જો મહિલા સિંદૂર કે શંખ પહેરવાની ના પાડે છે તો તેનો અર્થ થાય છે કે તેને લગ્ન અસ્વીકાર છે. એક વ્યક્તિના ડિવોર્સની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કરી છે. જસ્ટિસ અજય લાંબા અને સુમિત્રા સાઇકિયાની બેંચે કહ્યું કે, આ પરિસ્થિતિમાં પતિએ પત્ની સાથે વૈવાહિક જીવનમાં બની રહેવા માટે મજબૂર કરવી ઉત્પીડન માનવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, ફેમિલી કોર્ટે પહેલા તલાક માટે પતિની અરજીને ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પત્ની દ્વારા પતિની સામે રોઇ ક્રૂરતા કરવામાં આવી નથી.

હાઈકોર્ટને જાણવા મળ્યું કે પતિએ નીચલી અદાલત સમક્ષ આરોપ લગાવ્યો હતો કે પત્નીએ શંખ અને સિંદૂર લગાવવાની ના પાડી દીધી હતી. કોર્ટે ચૂકાદો આપ્યો કે હિંદુ વિવાહની પ્રથા હેઠળ એક મહિલા જે હિંદુ રીતિ રિવાજો અનુસાર લગ્નમાં સામેલ થઈ છે અને જેને તેના સાક્ષ્યમાં પ્રતિવાદી દ્વારા ના પાડવામાં આવી નથી, તેના સંખ અને સિંદૂર પહેરવાની ના પાડવા પર અપીલકર્તાની સાથે વિવાદ સ્વીકાર નહીં કરવાનો સંકેત માનવામાં આવશે.

પતિએ આરોપ લગાવ્યો કે, ફેબ્રુઆરી 2012માં લગ્નના એક મહિના સુધી પોતાના સંબંધીની સાથે પતિના ઘરમાં એક સાથે રહ્યા પછી, પત્નીએ અલગથી પતિ સાથે રહેવાની માગ કરી. સંબંધીઓ સાથે સંબંધ બગડી ગયો અને પત્નીએ ઝઘડા શરૂ કકરી દીધા અને બાળક નહીં થવા પર પણ પતિને જ દોષી ગણાવ્યો. તેણે 2013માં સાસરુ છોડી દીધું અને પતિ અને તેના પરિજનો સામે IPCની ધારા 498A હેઠળ ક્રૂરતાનો મામલો દાખલ કર્યો. પતિ અને તેના પરિજનોને બાદમાં છોડી દેવામાં આવ્યા. પતિએ ત્યાર સુધી પત્ની દ્વારા ક્રૂરતનો આધાર બનાવી તલાકની અરજી દાખલ કરી હતી. પત્નીએ પતિ અને સાસરીપક્ષ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો. તેણે એ પણ આરોપ લગાવ્યો કે તેને ભોજન અને ચિકિત્સાથી વંચિત રાખવામાં આવી હતી અને તેનો ભાઈ તેની સંભાળ રાખતો હતો. ફેમિલી કોર્ટે પતિની અરજીને ફગાવી દીધી છે, પણ હાઈકોર્ટે પત્નીની સામે દાખલ કરવામાં આવેલી તુચ્છ અરજીનો હવાલો આપતા ફેમિલી કોર્ટનો ચૂકાદો પલટાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp