સાયન્સે પણ માન્યું કે બાળકના સારા વિકાસ માટે દાદા-દાદીનો પ્રેમ જરૂરી

PC: fatherly.com

આપણા દાદા-દાદી જોડે પસાર કરેલો સમય આપણી જિંદગીના યાદગાર પળો હોય છે. ગ્રાન્ડપેરેન્ટ્સનું બાળક સાથે હોવું તેમના બાળપણને સુખી બનાવે છે. અને તેમના ઉછેરમાં સારો એવો ભાગ ભજવે છે. જે બાળક તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ જોડે રહ્યા હોય છે તેમનામાં ખાસ રીતની સમજણ અને સંવેદનાઓ હોય છે. એવામાં બાળક હંમેશા ખુશ, મિલનસાર અને શેરિંગ કરવાનું શીખે છે. પરિવારમાં રહેનારા અન્ય સભ્યો પ્રત્યે પણ તેમની ભાવનાઓ વિકસે છે.

પણ આજના આધુનિક અને ફાસ્ટ પેસિંગ સમયમાં બાળક તેમના માતા-પિતા જોડે જ રહે છે. પરિવારો પણ નાના થયા છે. પણ વિજ્ઞાન કહે છે કે, તમારે પોતાના બાળકને ગ્રાન્ડપેરેન્ટ્સ જોડે જ રાખવા જોઈએ. જાણો કારણ કે, શા માટે બાળકોએ તેમના દાદા-દાદી કે નાન-નાની જોડે રહેવું જોઈએ.

બાળક ખુશ રહે છેઃ

નોકરી કરનારા પેરેન્ટ્સ માટે તેમના માતા-પિતા સાથે રહેવું અને તેમના બાળકોનો ઉછેર કરવો સારો રહે છે. તેમની ગેરહાજરીમાં બાળકની સંભાળ માટે દાદા-દાદી હોય જ છે. તેના માટે કોઈ દાઈની જરૂર પડતી નથી. ગ્રાન્ડપેરેન્ટ્સ જ બાળકની સારી સંભાળ રાખે છે. બાળકના ઉછેરની સાથે તેમને સુરક્ષા પણ પ્રદાન કરે છે. એટલું જ નહિ તેમની હૂંફમાં બાળક ખુશ રહે છે.

સંવેદનશીલ બને છેઃ

જે બાળકો તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ જોડે રહ્યા હોય તેમનામાં ભાવનાત્મક અને વ્યવહારુ સમજણ સારી રીતે પેદા થાય છે. ઓક્સફોર્ડ યુવિનર્સિટી દ્વારા કરવામાં આવેલી રિસર્ચમાં માલૂમ પડ્યું છે કે, દાદ-દાદી જોડે રહેનારા બાળકો એકલતા, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી ઓછા પીડિત થાય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં રહેતા શીખી જાય છે.

નૈતિકતાના ગુણઃ

તેની સાથે જ બાળકમાં નૈતિકતાના ગુણ પણ વિકસે છે. તેમનામાં પ્રેમ, વિશ્વાસની ભાવના જન્મે છે. ગ્રાન્ડપેરેન્ટ્સ પાસેથી વાર્તાઓ સાંભળી તેઓ નૈતિકતાના ગુણ શીખે છે.

ગ્રાન્ડપેરેન્ટ્સ માટે પણ જરૂરીઃ

જો તમારુ બાળક તેમના દાદ-દાદી જોડે રહેતું હોય તો તેઓ પણ ખુશ અને સ્વસ્થ રહે છે. તેમને પણ એકલતા સતાવતી નથી. કે કોઈ બીમારી પણ તેમને લાગશે નહિ. વૃદ્ધોમાં જે પણ બીમારીઓ વિકસે છે તે એકલતા અને ખાલીપનને કારણે પેદા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp