26th January selfie contest

ઈમરાન હાશમી રિયલ લાઈફમાં નથી રોમેન્ટિક, આવી રીતે થયા પરવીન સાથે લવ મેરેજ

PC: youtube.com

ઈમરાન હાશમી પોતાની પર્સનલ લાઈફને લાઇમલાઇટથી બચાવીને રાખે છે. તેની લવ લાઈફ બાબતે ખૂબ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે ઇમરાને પરવીન શાહની સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંને ઘણા વર્ષો સુધી રિલેશનશીપમાં હતા. એટલું જ નહીં બંને ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ્સ પણ હતા. લગ્નના સંબંધમાં બંધાયા પહેલા ઈમરાન, પરવીનના પ્રેમમાં હતો. જોકે ઈમરાને હંમેશાં પરવીન અને પોતાના રિલેશનશીપને લોકોની નજરથી બચાવીને રાખ્યા, પરંતુ શું તમે જાણો છો કે સીરિયલ કિસર નામથી જાણીતો ઈમરાન રિયલ લાઈફમાં એકદમ વિરુદ્ધ છે.

તે રિયલ લાઈફમાં જરાય રોમેન્ટિક નથી, છતા તેણે પોતાના સબંધ સારી રીતે નિભાવ્યા છે અને તે પરફેક્ટ ફેમિલી મેન છે. ઈમરાન અને પરવીને જ્યારે લગ્ન કર્યા તો તે બોલિવુડમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. 10 વર્ષની ડેટિંગ બાદ બંનેએ વર્ષ 2006મા લગ્ન કરી લીધા હતા. બંનેના સંબંધમાં ખાસ વાત એ છે કે ન ક્યારેય ઇમરાને પોતાના પ્રોફેશનને પોતાની પર્સનલ લાઈફમાં આવવા દીધી અને ન તો પરવીને ક્યારેય પર્સનલ લાઈફના કારણે ઈમરાનની પ્રોફેશનલ લાઈફમાં અડચણ નાખી. બંનેએ પોતપોતાના કરિયર પર ફોકસ રાખવા સાથે પોતાની પર્સનલ લાઈફને હંમેશાં સારી રીતે હેન્ડલ કરી.

ઇમરાને પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જરાયે રોમેન્ટિક નથી. હું ઓન સ્ક્રીન લવર બોયની ભૂમિકા ભજવું છું, પરંતુ રિયલ લાઈફમાં હું જરાયે રોમેન્ટિક નથી. પરવીન સાથે લગ્ન કર્યા બાદ મેં ક્યારેય કોઈ મોંઘી વસ્તું કે ગિફ્ટ નથી આપી અને ન તો ક્યારેય તેને કેન્ડલ લાઇટ ડિનર પર લઈ ગયો છું. વર્ષ 2014મા કરન જોહરના શોમાં ઇમરાને જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મ મર્ડરમાં પરવીને તેના અને મલ્લિકાના ઇન્ટિમેટ સીન્સ જોયા હતા ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. પરવીન તેની સાથે પહેલી સીટ પર બેઠી હતી અને ઇન્ટિમેટ સીન્સ જોઈને તેણે ઈમરાનના હાથોમાં નખ ચુભાવી દીધા હતા.

તેણે કહ્યું કે તે આ શું કર્યું છે તે મને તે માટે તૈયાર પણ નહોતી કરી. મારા હાથમાં 4 નખના નિશાન હતા. મને ઇજા થઈ ગઈ હતી અને લોહી નીકળી રહ્યું હતું. ઇમરાને ત્યારબાદ પરવીન સાથે ડીલ કરી લીધી. ડીલ એ કે ઈમરાન જ્યારે પણ ફિલ્મમાં ઇન્ટિમેટ સીન્સ કરતો હતો તો તે પરવીનને શોપિંગ પર લઈ જતો હતો. પછી તે ઇમરાનના કાર્ડ પર શોપિંગ કરે છે અને એ શોપિંગની રકમ 7 ડિજિટના અંત સુધી હોય છે કે પછી તે પરવીનને મોંધી બેગમાં ગિફ્ટ આપે છે. પરવીનનો એક કબાટ મોંઘી બેગથી ભરેલો છે.

ઇમરાને જણાવ્યું કે તે ફિલ્મો બાબતે પત્નીને કહી દે છે, પરંતુ સીન્સ બાબતે કશું જ જાણકારી આપતો નથી. હું તેને ફિલ્મો બાબતે જણાવું પણ છું તો તે પૂરી ડિટેલ્સ નથી જણાતી. ઈમરાન અને પરવીનના પુત્રનો જન્મ 3 ફેબ્રુઆરી 2010ના રોજ થયો હતો. બંનેએ તેનું નામ અયાન રાખ્યું છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. બંનેની લાઈફમાં બધું સારું જ ચાલી રહ્યું હતું કે ત્યારે જ આ નાનકડા પરિવારની ભગવાને પરીક્ષા લીધી. અયાન જ્યારે 4 વર્ષનો હતો તો તેને કેન્સર થઈ ગયો હતો. ઈમરાન અને પરવીન બંને આ ખબર સાંભળીને તૂટી ગયા હતા, પરંતુ પુત્ર માટે બંને ખૂબ સ્ટ્રોંગ બન્યા અને બંનેએ એકબીજાને પૂરો સપોર્ટ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp