આ રીતે સેક્સ કરવું બની શકે છે જોખમકારક, આવી શકે છે હાર્ટ એટેક

PC: youtube.com

થોડા દિવસો પહેલા એક સ્ટડીમાં એવું સામે આવ્યું હતું કે કે મહિનામાં એક વાર સેક્સ માણવા કરતા અઠવાડિયામાં બે વાર સેક્સ કરવામાં આવે તોપુરૂષને હાર્ટ એટેક થવાનું જોખમ ઘટી જાય છે. જો કે, તે પણ એક તથ્ય છે કે સેક્સને કારણે વ્યક્તિને હાર્ટ એટેક પણ આવે છે.
સેક્સની ક્રિયા કસરત જેવી જ છે, એટલે કે આ દરમિયાન તમારા શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે અને ધબકારા પણ ઝડપી થાય છે. આ જ વસ્તુ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

એક અધ્યયન મુજબ સેક્સથી હાર્ટ એટેકનું જોખમ 30 મિલિયનમાં ફક્ત એકમા હોય છે, પરંતુ તે વિશે અગાઉથી માહિતી મેળવવી વધુ સારું છે જેથી હાર્ટ એટેકની સ્થિતિ ન બને.

અઠવાડિયામાં બે વાર સેક્સને સ્ટડીમાં પણ સારું માનવામાં આવે છે, પરંતુ ઘણા યુગલો સેક્સ જીવનનો આનંદ માણવા માટે દિવસમાં ઘણી વખત સંબંઘ બાંધે છે. આ વસ્તુ હૃદય પર દબાણ વધારે છે. કપલ્સ જાતીય જીવનમાં રોમાંચ ઉમેરવા નવી પોઝીશનનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાંની ઘણી પોઝીશન ખૂબ જોખમી હોય છે, જે લોહીનો પ્રવાહ અસંતુલિત કરે છે અને હૃદય પર દબાણ વધારે છે. સેક્સ પોઝિશન્સ અંગે થોડી સાવચેતી રાખવી વધુ સારું છે.

બીએસી મેડિસિનનો એક અહેવાલમાં બહાર આવ્યો છે કે વાયગ્રા ફક્ત ખાનગી ભાગને જ નહીં પરંતુ હૃદયને પણ અસર કરે છે. આ હાર્ટ એટેકનું કારણ બની શકે છે, હૃદયની સ્નાયુઓને પાતળા કરવાની પ્રક્રિયાને અસર કરે છે. ડોક્ટરની સલાહ પછી જ આ ગોળીનો ઉપયોગ કરવો વધુ સારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp