એવું શું છે જેના કારણે સેક્સ દરમિયાન પુરુષને આવી જાય છે ગુસ્સો

PC: anneclairebrun.com

જાતીય સંબંધ બે લોકો વચ્ચેનો શારીરિક સંબંધ જ નથી પરંતુ બન્ને માટે ભાવનાત્મક રીતે નજીક લાવવા માટે પણ મહત્વનો છે. પરંતુ બેડરુમમાં સ્ત્રીઓ દ્વારા કેટલીક ભૂલો કરવામાં આવે છે, જેના કારણે જાતીય સંબંધનો આનંદ ખરાબ થઈ જાય છે. આનાં કારણે સેક્સ લાઈફ સહિત અન્ય બાબતો ઉપર પણ તેની અસર જોવા મળે છે

સ્ત્રીઓને હંમેશા લાગે છે કે તે ખુલ્લી કિતાબ છે અને પાર્ટનર તેને જોતાં જ સ્ત્રીની અંદર રહેલી ભાવનાને સમજી જશે. હકીકતમાં આવું થતું નથી. આ વિટંબણાની સીધી અસર શારીરિક અને માનસિક રીતે સંબંધ પર પડે છે. સ્ત્રીઓની કલ્પના હોય છે કે પાર્ટનર આપોઆપ ભાવનાને સમજી તેને વધુમાં વધુ જાતીય સુખ આપે. જે પ્રકારે તે પ્રેમ ઈચ્છે છે તે પ્રમાણેનો પ્રેમ પાર્ટનર સમજીને કરે. આ એક ખોટી માન્યતા જ છે. સ્ત્રી જે વિચારે છે તેનાંથી વિપરીત પ્રેમ અને સમાગમ હોય છે.

પુરુષો સેક્સ દરમિયાન નવા નવા પ્રયોગો કરવાનું પસંદ કરે છે, તેની પાછળનું કારણ એ છે કે સેક્સ લાઈફ બોરીંગ ન બને. જ્યારે આનાથી વિપરીત સ્ત્રીઓ એક જ પ્રકારે સેક્સ માણવાનું પસંદ કરતી હોય છે. અલગ અલગ પ્રયોગ કરવાનો ઈન્કાર સ્ત્રીઓ માટે મોટી સમસ્યાનું નિર્માણ કરે છે.

સ્ત્રીને લાગે છે પુરુષ એક મશીન છે અને તે હંમેશા સેક્સ માટે તૈયાર હોય છે. જ્યારે પણ સ્ત્રી ઈચ્છશે ત્યારે પુરુષ સેક્સ માટે રેડી રહેશે. કેટલીક વાર અનિચ્છાએ પણ પુરુષો સેક્સ કરી નાંખે છે પણ આમાં કોઈ ઉમંગ કે ઉત્સાહ હોતો નથી માત્ર એક ઘસીટી-પસીટી ક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવે છે.

પુરુષ ઈચ્છા રાખે છે સ્ત્રી પોતાના શરીર સાથે એનું શરીર એકાકાર કરી શારીરિક વાત કરે. પરંતુ આવી સ્થિતિમાં સ્ત્રીઓ શરીરની સાંકેતિક ભાષાનાં બદલે સીધી વાત કરી એવું કહી નાંખે છે સેક્સનો સ્વાદ કિરકરો બની જાય છે. પુરુષનો મૂડ ઓફ થઈ જાય છે.

અન્ય કોઈની સાથે પાર્ટનરની આદતની સરખામણી કરવી એ પણ સેક્સ લાઈફ માટે મુસીબત સર્જે છે. આનાં કારણે પુરુષો ગુસ્સામાં આવે છે અને મામલો ખરાબ થાય છે. આ સ્થિતિથી સ્ત્રીઓ બચવાની જરૂર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp