સેક્સ માટે પાર્ટનર એક્સેપ્ટ થશે કે રિજેક્ટ? મગજનો આ હિસ્સો લે છે નિર્ણય

PC: youthincmag.com

અત્યારસુધી એવુ માનવામાં આવી રહ્યું હતું કે, યૌન સંબંધ બનાવવા માટે મગજના અલગ-અલગ હિસ્સાઓ કામ કરે છે. પરંતુ હવે આ થિયરી જૂની થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ સ્ટડી કરીને જણાવ્યું છે કે, માણસો અને ઉંદરોમાં મગજનો એક જ હિસ્સો એવા હોય છે, જે યૌન સંબંધ બનાવવા અથવા ના પાડવા માટે જવાબદાર હોય છે. સાથે જ આ જ કારણે માદાઓમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સ નીકળવાની માત્રા નક્કી થાય છે. પોર્ટુગલના ચંપાલીમોડ સેન્ટરના પ્રિન્સિપલ ઈન્વેસ્ટીગેટર સુસાના લિમાએ કહ્યું કે, માણસો અને ઉંદરોમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન જ એ બતાવે છે કે યૌન સંબંધ માટે લોકો એકબીજાનો સ્વીકાર કરશે કે નહીં. જ્યારે માદા ઉંદરોમાં તે પ્રજનન ક્ષમતાનું સ્તર બતાવે છે. આ બધુ જ મગજના એક જ હિસ્સા દ્વારા નક્કી કરવામાં આવે છે.

સુસામા લિમા કહે છે કે, જો કોઈ મહિલા અથવા પુરુષ એકબીજાનો યૌન સંબંધ માટે સ્વીકાર કરે છે કે નહીં તે મગજના એક જ હિસ્સા પર નિર્ભર હોય છે. માદા ઉંદર છ દિવસમાં પોતાના સેક્સ પાર્ટનરને છોડવા અથવા સાથે રાખવાનો નિર્ણય લઈ લે છે. વૈજ્ઞાનિકો હેરાન છે કે, આ બંને હોર્મોન કઈ રીતે માદા ઉંદરોમાં આ ઉગ્ર નિર્ણય લેવા માટે ઉકસાવે છે. પ્રયોગમાં એવુ જાણવા મળ્યું છે કે, માદાઓના મગજનો જે હિસ્સો યૌન સંબંધોની સ્વીકાર્યતા માટે જવાબદાર હોય છે, તેને વેટ્રોમેડિયલ હાઈપોથૌલેમસ (VMH) કહેવામાં આવે છે. તેની અંદર પણ ઘણા હિસ્સા હોય છે. દરેક હિસ્સામાં ન્યૂરોન્સ હોય છે. જે માદાઓની પ્રજનન ક્ષમતા અને યૌન સ્વીકાર્યતાને સક્રિય કરે છે.

સુસાનાની સ્ટડી 20 એપ્રિલે eNeuro જર્નલમાં પ્રકાશિત થઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, VMHની અંદર કમ્પાર્ટમેન્ટ્સ હોય છે. જે કઈ રીતે માદાઓને યૌન સ્વીકાર્યતા અથવા ના પાડવા માટે તૈયાર કરે છે. સાથે જ તેના યૌન વ્યવહારને નિર્ધારિત કરે છે. આ સ્ટડીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, VMH અલગ-અલગ નર અથવા પુરુષોને જોઈને રિસ્પોન્સ કરે છે. તે અનુસાર જ માદા અથવા મહિલાની પ્રજનન ગ્રંથિઓ સક્રિય થાય છે. આ શોધમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, માદાઓના પ્રજનન ચક્ર દરમિયાન VMHના ન્યૂરોન્સ સતત બદલાતા રહે છે. VMHના મુખ્ય ત્રણ અલગ કમ્પાર્ટમેન્ટ્સ હોય છે. આ કમ્પાર્ટમેન્ટ્સમાં ન્યૂરોન્સ જ પ્રોજેસ્ટેરોનનો સ્વીકાર કરે છે. ન્યૂરોન્સનું વલણ દરેક કમ્પાર્ટમેન્ટમાં બદલાઈ જાય છે. તે અલગરીતે કામ કરે છે. ત્યાં સુધી કે યૌન સ્વીકાર્યતાના નિર્ણયને બદલી પણ શકે છે.

સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે, ફ્રન્ટ કમ્પાર્ટમેન્ટમાં ન્યૂરોન્સ ત્યારે વધુ સક્રિય થાય છે, જ્યારે માદા કોઈ નર સાથે યૌન સંબંધ બનાવવાની ના પાડે છે. આ દરમિયાન VMHમાં ખૂબ જ વધુ સક્રિયતા અને સતત બદલાવ જોવા મળે છે. જ્યારે યૌન સંબંધ માટે સ્વીકાર્યતા હોય છે ત્યારે પાછલા કમ્પાર્ટમેન્ટમાં ન્યૂરોન્સ વધુ સક્રિય થાય છે. સુસાના કહે છે કે, મગજમાં VMH કોઈપણ માદા અથવા મહિલા માટે સામાજિક-યૌન વ્યવહારને દર્શાવે છે. તે એ વાતને નિર્ધારિત કરે છે કે, મહિલા અથવા માદા જીવ કયા પુરુષ અથવા નરની સાથે સંબંધ બનાવશે, અથવા તેને યૌન સંબંધ માટે ના પાડી દેશે. જ્યારે પુરુષોમાં VMHનું ફ્રન્ટ કમ્પાર્ટમેન્ટ સેલ્ફ ડિફેન્સ માટે કામ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp