શાહીનમાંથી શાલૂ બનેલી યુવતીની લવ-સ્ટોરી, હવે જાનનું જોખમ, પોલીસ પાસે માગી રક્ષા

PC: bhaskar.com

 ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથેના પ્રેમમાં પોતાનો ધર્મ બદલી નાંખ્યો છે. તેણીએ ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મને અપનાવી લીધો છે. હવે તે શાહીનમાંથી શાલૂ બની ગઇ છે. શાલૂએ કહ્યું કે અહીં જે પ્રેમ અને સન્માન મળે છે તે અમારે ત્યાં મળતું નથી. તેણીએ કહ્યું કે હિંદુ બનીને હું ખુશ છુ અને હવે આ જ મારી ઓળખ છે.

યુપીમાં બાબા હૈ... ગીત ગાઇને ફેમસ થઇ ગયેલી કવિયિત્રી અનામિકા અંબરના હેલ્પર સાજને એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા છે. બંને 11 જાન્યુઆરીએ 250 કિ.મી દુર સુધી ભાગીને બદાયું પહોંચ્યા હતા અને લગ્ન કરી લીધા. હવે તેમનું કહેવું છે કે છોકરીના ઘરવાળા જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે પોલીસ પાસે સુરક્ષા માંગી છે.

પહેલાં તો પોલીસે સુરક્ષા આપવા માટે આનાકાની કરી હતી, પરુંત અનામિકાના પતિ સૌરભ અંબરે મુખ્યમંત્રી,કાયદા મંત્રીને સોશિયલ મીડિયાના માઘ્યમથી ફરિયાદ કરી ત્યારે પોલીસે સુરક્ષાનું આશ્વાસન આપ્યું.

 એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં શાલૂએ કહ્યું હતું કે હું અને સાજન 6 વર્ષથી રિલેશનમાં છીએ. વર્ષ 2014માં અમારી મુલાકાત થઇ હતી. સાજન અનામિકાના ઘરે જોબ માટે આવતો હતો. એમનું ઘર મારા ઘરથી નજીક હતું. સાજન સાથે ઓળખાણ થઇ, દોસ્તી થઇ અને પછી એ દોસ્તી રિલેશનમાં પરિણમી. એટલે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

શાલૂએ કહ્યુ કે મારા ઘરવાળા મારા લગ્ન માટે બીજા છોકરાઓ જોઇ રહ્યા હતા. આ વાત મેં સાજનને કરી હતી. ઘરવાળા ક્યાંક બીજે પરણાવી દે તે પહેલાં અમે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. શાલૂએ કહ્યુ કે અલગ- અલગ જાતિ,ધર્મ એ બધું માણસોએ બનાવ્યું છે. મારે સાજન સાથે લગ્ન કરવા હતા, જે મેં કરી લીધા અને હવે ખુશ છું.

શાલૂએ કહ્યું કે કદાચ સાજનના ઘરવાળા એક વખત માની પણ જતે, પરંતુ મને ખબર હતી કે મારા ઘરેથી સાજન સાથે લગ્ન કરવાની પરવાનગી નહીં મળશે. સામાન્ય રીતે શરૂઆતમાં પ્રેમલગ્નનો વિરોધ થતો હોય છે, પરંતુ સમય જતા બધું થાળે પડી જતું હોય છે એવું મારું માનવું છે અને મેં વિચાર્યું કે મારો પરિવાર પણ સમજ જતા માની જશે. એટલે 8 જાન્યુઆરીએ અમે મેરઠી ભાગીને બદાયું ગયા અને 11 જાન્યુઆરી આર્યસમાજ મંદિરમાં લગ્ન કરી લીધા અને કોર્ટમાં પણ મેરેજ રજિસ્ટર્ડ કરાવી દીધા હતા.

હું મારી મરજીથી આવી છું. સાજનનું સુખ મારું સુખ, તેનો પરિવાર મારો પરિવાર. મને હિંદુ ધર્મ ગમે છે. મારે આ ધર્મનું પાલન કરવું છે. હું દરેકને કહેવા માંગુ છું કે પ્લીઝ, મને અને મારા પતિ સાજનને સપોર્ટ કરો. મને શરૂઆતથી જ હિંદુ ધર્મ વિશે બધું જ ગમ્યું. મને સારોપતિ મળ્યો છે. હું સંપૂર્ણ હિંદુ બની ગઇ છું. મેં હિંદુઓમાં સ્ત્રીઓનું સન્માન જોયું છે. હિંદુ પરિવારોમાં છોકરીઓને હંમેશા સમર્થન મળે છે.

શાલૂએ કહ્યું કે લગ્ન કરીને અમે મેરઠ આવ્યા તો મારા ઘરવાળા સાજન અને મારા સાસરિયાઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. અમે પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે અમને કાઢી મુક્યા હતા.

અનામિકા અંબર અને તેમના પતિ સૌરભ અમને મદદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા હતા, પરતું પોલીસે તેમને પણ હાંકી કાઢ્યા હતા. મને મારા ઘર વાળા પર જરા પણ વિશ્વાસ નથી. તેઓ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. મારી પ્રાથના છે કે અમને પ્રેમથી જીવવા દો. શાલૂએ કહ્યું કે જે ધર્મગુરુઓ પ્રેમને ધર્મમાં વિભાજીત કરે છે તે બિલકુલ ખોટું છે. બધાને પોતાની મરજીથી જીવવાનો અધિકાર છે. મને શાહિનમાંથી શાલૂ બનવાનું ઘણું સારું લાગે છે.

શાલૂએ આગળ કહ્યું કે એક હિંદુ યુવક સાથે પ્રેમ કરીને મેં કોઇ ખોટું કામ કર્યું નથી. માત્ર પ્રેમ કર્યો છે કોઇ ચોરી નથી કરી. અત્યારે મારા પતિ અને સાસરિયાને મારા ઘરવાળી જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp